ઈસ્લામાબાદઃ દરેક માણસના નામ સાથે તેની ઓળખ છુપાયેલી હોય છે. જોકે પાકિસ્તાનમાં ચિત્રાલ વિસ્તારમાં આવેલી કલાશ વેલીના લોકો મોબાઇલ, કમ્પ્યુટર, રેડિયો, અખબાર, સીડી ડીવીડી જેવા નામો રાખે છે. નવાઇની વાત તો એ છે કે આ કોઇ બાળપણના હુલામણા નામ નથી, પરંતુ કાયમી નામો છે. આથી જ તો ઇસ્લામ ધર્મ પાળતા પાકિસ્તાનમાં ક્લાશ વેલીની ગણતરી દુનિયાના વિચિત્ર ધરાવતા વિસ્તારમાં થાય છે. એટલું જ નહીં, સ્ત્રી અને પુરૂષોના નામોમાં પણ કોઇ જ તફાવત જોવા મળતો નથી.
પાકિસ્તાનમાં કલાશી તરીકે ઓળખાતું ૬૦૦૦ની વસ્તી ધરાવતું એથનિક ગ્રુપ વર્ષોથી પોતાના નામ ઘરની ભૌતિક ચીજવસ્તુઓ અને ઇલેકટ્રોનિક વસ્તુઓના નામ પરથી પાળે છે. પહેલા બાળકો જન્મતા ત્યારે રેડિયો, ટેપ, કેસેટ જેવા નામો વધારે પાડતા રહેતા હવે મોબાઇલ અને કમ્પ્યુટર મોર્ડન નામો ગણાય છે. આ વિસ્તારમાં બાલટી, કુકર, ગ્લાસ, ચમચી, કટોરી વગેરે નામો પણ પુષ્કળ જોવા મળે છે.
ખાસ કરીને ચમચી કટોરી જેવા નામધારી લોકો ઉંમરલાયકોમાં જયારે મોબાઇલ અને ક્મ્પ્યુટર નામ યુવાનોના જોવા મળે છે. હાલમાં બાળકોના નામ અખબાર અને પેપ્સી રાખવાની પણ ફેશન ચાલી છે. નામ મોટા ભાગે રાશીઓ પરથી પાળવામાં આવે છે. નામની પાછળનો અર્થ અને તેના ગુણોનો પણ વિચાર કરવામાં આવે છે પરંતુ પાકિસ્તાનના આ શહેરના લોકો માત્ર પોતાના વપરાશની ભૌતિક ચીજોના આધારે જ નામ રાખે છે. જોકે એક જ સોસાયટીમાં રહેતા બે બાળકોના નામ એક સરખા રાખવામાં આવતા નથી.
પાકિસ્તાનમાં ઝાઇદ અલી નામના એક સ્ટુડન્ટે ૨૦૧૨માં કલાશ વિસ્તારના લોકોના કલ્ચર વિશે અભ્યાસ કર્યો હતો. પાકિસ્તાનમાં હિંદુ કુશ પર્વતમાળામાં રહેતું આ ગ્રુપ પોતાની આઇડેન્ટી જાળવી રાખવા માગે છે. એક માહિતી મુજબ ગોરી ચામડી અને કદાવર શરીર ધરાવતા કલાશ લોકોનો સંબંધ મહાન સિકંદર સાથે છે. તો કેટલાક લોકો તેમને ઇન્ડો આર્યન પણ સમજે છે. મહિલાઓ ભરતકામ કરેલો ડ્રેસ અને પુરષો ઝભ્ભો અને પાયજામો પહેરે છે. મોટા ભાગના લોકો આજે પણ પણ અભણ છે. નવી પેઢીના સંતાનો થોડીક સંખ્યામાં અભ્યાસ કરવા લાગ્યા છે.

