સંસ્થા સમાચાર - અંક તા. ૨૩ જુલાઇ ૨૦૧૬

Tuesday 19th July 2016 15:39 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા ગુરુ પૂ.હિરજી બાપા તથા મંડળના ગુરુ પૂ.રામબાપાના નિમિત્તે ગુરુપૂર્ણિમાની ઉજવણી રવિવાર તા.૨૪-૭-૧૬ સવારે ૧૧થી બપોરે ૨ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે કરવામાં આવશે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું રવિવાર તા.૨૪-૭-૧૬ બપોરે ૧ વાગે માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બ્લી HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાતુર્માસ પારાયણ – વક્તાઓ • પૂ.દિવ્યસ્વરૂપ સ્વામી - સાચા સુખનું સરનામું - કેમ્બ્રીજ- સોમવાર તા.૨૫ – મંગળવાર તા.૨૬ જુલાઈ સાંજે ૭.૩૦ થી ૯.૩૦ ફેસેટ પ્રાઈમરી સ્કૂલ, ટ્રમ્પિંગ્ટન, કેમ્બ્રીજ CB2 9FS – એન્ફિલ્ડ - મણીરત્ન માળા - બુધ તા.૨૭ - ગુરુ તા.૨૮ જુલાઈ રાત્રે ૮.૧૫થી ૯.૪૫ વિલ્બરી પ્રાઈમરી સ્કૂલ, એડમન્ટન લંડન N18 1DE- સાઉથએન્ડ-ઓન-સી - સાચા સુખનું સરનામું - શુક્ર ૨૯ – રવિ ૩૧ જુલાઈ, શુક્ર રાત્રે ૮ થી ૧૦, શનિ-રવિ સાંજે ૬થી ૮ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ક્વીન્સ વે, એસેક્સ SS1 2LU • પૂ.આદર્શજીવન સ્વામી - એડિનબરા - ઉપનિષદ - સોમ તા.૨૫- મંગળ તા.૨૬ સાંજે ૭.૩૦થી ૯.૩૦ એડિનબરા હિંદુ મંદિર એન્ડ કલ્ચરલ સેન્ટર, સેન્ટ એન્ડ્રયુ પ્લેસ, એડિનબરા EH6 7EG - લૂટન – શુક્ર તા.૨૯ – રવિ તા.૩૧ જુલાઈ શુક્ર - શનિ રાત્રે ૭.૪૫થી ૯.૪૫, રવિ સાંજે ૫થી ૭ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ક્રેસન્ટ રોડ, લૂટન LU2 0AH • પૂ.યોગીપ્રેમ સ્વામી - હેવન્ટ - સંગીતમય ભાગવત - સોમ ૨૫ - મંગળ ૨૬ રાત્રે ૮થી ૧૦ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ, મીડલ પાર્ક વે, હેવન્ટ, PO9 3PT વેલિંગબરા - સ્વામિનારાયણ ચરિતમાનસ – બુધ તા. ૨૭ – રવિ તા.૩૧ જુલાઈ, બુધથી શનિ સાંજે ૭.૪૫ થી ૧૦, રવિ સાંજે ૪થી ૬.૧૫ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, મિલ રોડ, વેલિંગબરા, નોર્ધન્ટ્સ NN8 1PE
• ગાયત્રી પરિવાર, ક્રોલી દ્વારા ગુરુપૂર્ણીમા નિમિત્તે દીપ યજ્ઞનું રવિવાર તા.૩૧-૭-૧૬ બપોરે ૧ થી સાંજે ૫ દરમ્યાન સનાતન મંદિર ક્રોલી (એપલ ટ્રી સેન્ટર) આઈફિલ્ડ એવન્યુ, RH110AF ખાતે આયોજન કરાયું છે. યજ્ઞ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. અરજણભાઈ વાઢેર 07737105082
• કૃષ્ણા સ્પીક્સ લેસ્ટર દ્વારા પૂ.રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત કથાનું મંગળવાર તા.૨૬-૭-૧૬થી મંગળવાર તા.૨-૮-૧૬ સુધી બપોરે ૩થી સાંજના ૭ દરમ્યાન ઋષિ ફીલ્ડ્સ રીક્રીએશન ગ્રાઉન્ડ, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7AD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જીતેન્દ્રભાઈ પંચોલી 07812 067 948.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૩ જુલાઈ બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૨૪ જુલાઈએ માતા કી ચોકી અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• સર્વોદય હિંદુ એસોસિએશન દ્વારા બાળ કલાકારોના ગીત સંગીતના કાર્યક્રમનું શનિવાર તા.૨૩-૭-૧૬ સાંજે ૭ વાગે ક્રોફ્ટ હોલ, ટોલવર્થ રીક્રીએશન સેન્ટર, સરે KT6 7LQ ખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. મહેન્દ્રભાઈ 020 8395 4164.
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પૂ.રાજેન્દ્રગીરી બાપુના મુખે શિવકથાનું સોમવાર તા.૧-૮-૧૬ થી રવિવાર તા. ૭-૮-૧૬ સુધી બપોરે ૧થી ૪ દરમ્યાન રાધાક્રિષ્ણ મંદિર, બાલમ હાઈ રોડ, લંડન SW12 9ALખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પૂજારી પ્રેયસભાઈ 07818 408 435.
• પંકજ સોઢા અને કિન્નરી ગ્રૂપના ગીત - સંગીત કાર્યક્રમનું શુક્રવાર તા.૨૯-૭-૧૬ રાત્રે ૯ વાગે હેરો લેઝર સેન્ટર, HA3 5BD સંપર્ક અશ્વિન ત્રિવેદી 07956 278 228 અને રવિવાર તા.૩૧-૭-૧૬ ડેનોગ્લી સિટી એકેડેમી થિયેટર, નોટિંગહામ ખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. ભાવેશ જાની 07792 247 331.
શ્રીમદ ભાગવત કથા
• દેવન ચેરિટેબલ ટ્રસ્ટ અને મા કૃપા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન તા.૬ ઓગસ્ટથી તા.૧૬ ઓગસ્ટ દરમ્યાન કરવામાં આવેલ છે. સમય દરરોજ બપોરે ૨.૩૦થી સાંજના ૬.૩૦ અને ત્યારબાદ મહાપ્રસાદ. સ્થળ- કેનન હાઈસ્કૂલ, એજવેર HA8 6AN. મનોરથી બનવા અને અન્ય વિગત માટે સંપર્ક. 0208 908 6402 અથવા 0208 907 0028.
શુભ વિવાહ
મહેળાવના મૂળ વતની શ્રીમતી ભાવનાબેન અને શ્રી મુકેશભાઇ રાવજીભાઇ પટેલના સુપુત્ર ચિ. પ્રિયેશના શુભ લગ્ન શ્રીમતી કોન્સિગ્લીયા અને ડોમેનીકાન્ટોનીયો (મિમ્મો)ના સુપુત્રી ચિ. સામંથા સાથે નિરધાર્યા છે. જેમના રીસેપ્શનનું આયોજન તા. ૩૦ જુલાઇ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું છે. નવદંપત્તીને લગ્ન પ્રસંગે 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભેચ્છા.


comments powered by Disqus