મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અભિનેત્રી કરીના કપૂર ખાને ૨૦મી ડિસેમ્બરે સવારે પુત્રને જન્મ આપ્યો હતો. સૈફ અલી ખાને તેના ઘરે નવા મહેમાનના આગમન પછી એક વેબસાઈટને માહિતી આપી હતી કે કરીના અને તેમનું બાળક સ્વસ્થ છે. સૈફે કહ્યું હતું કે, હું મારા દીકરા તૈમૂર અલી ખાન પટૌડીના આ દુનિયામાં આગમનના સમાચાર આપની સાથે શેર કરતી વખતે ખૂબ જ ખુશી અનુભવી રહ્યો છું. મીડિયાનો આભાર વ્યકત કરીને તેણે કહ્યું કે છેલ્લા ૯ મહિનામાં તેમણે અમને સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને મારા અને કરીનાના ફેન્સનો આભાર વ્યકત કરું છું. મારી અને કરીના તરફથી આપ સૌને મેરી ક્રિસમસ અને હેપ્પી ન્યૂ યર.

