મલયાલમ અભિનેત્રી ધન્યા મેરી વર્ગીસની પોલીસે એક છેતરપિંડીના કેસમાં તાજેતરમાં ધરપકડ કરી છે. ધન્યા પર રિઅલ એસ્ટેટ ફર્મને લગભગ ૧૩૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાનો આરોપ છે. આ અગાઉ ધન્યાના પતિ જોન જેકબના પિતાની પોલીસે રિઅલ એસ્ટેટ ફર્મને છેતરવાના મામલે અટક કરી હતી. જેકબ સેમસન એન્ડ સન્સ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ લિમિટેડના ચેરમેન છે. જેમાં તેમની સાથે તેમના બે પુત્ર જોન અને સેમ પણ કામ કરે છે. જોન જેકબના પિતાની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે તિરુવનંતપુરમથી કરી હતી. રેટ ઓફ ઇન્ટરેસ્ટનો રોકાણકારોને વાયદો કરી તેમની સાથે કરોડો રૂપિયાની ચિટિંગ કરવાનો આરોપ જેકબ સેમસન પર મુકાયો છે. તિરુવનંતપુરમ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પાંચસો ફલેટ અને ૨૦ વિલા બનાવી આપવાની મિટિંગો બાદ આ અભિનેત્રીએ રોકાણકારો પાસેથી અત્યાર સુધીમાં ૧૩૦ કરોડ રૂપિયા તફડાવ્યા છે. વર્ષ ૨૦૦૬માં તમિલ ફિલ્મ ‘થિરૂડી’થી ધન્યાએ પોતાની અભિનયની કારકિર્દી શરૂ કરી હતી.

