નોટબંધીના મામલે હું વડા પ્રધાન સાથે છુંઃ આમિર

Wednesday 21st December 2016 05:21 EST
 
 

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને ૧૭મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલા એક સમારોહમાં નોટબંધી મામલે જણાવ્યું હતું કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નોટબંધીના મુદ્દે સમર્થન કરું છું. નોટબંધીથી મને કોઈ પરેશાની થઈ નથી કારણ કે મારી પાસે કાળું નાણું નથી. આમિરે કહ્યું કે, મોદીની આ પહેલનું દેશના તમામ નાગરિકોએ સમર્થન કરવું જોઈએ. કોઈક રીતે રોકડ રકમની અછતના કારણથી સામાન્ય લોકોને થઈ રહેલી સમસ્યાથી જોકે હું ઉદાસ છું એવું પણ આમિરે કહ્યું હતું.


comments powered by Disqus