અભિનેત્રી કાજોલ આશરે બે દશકા બાદ ફરીથી તમિલ ફિલ્મો તરફ વળી છે. અહેવાલો છે કે તે ધનુષની સાથે ફરી તમિલ ફિલ્મોમાં દેખાશે. ફિલ્મ ‘વેલ્લા ઈલ્લા પટ્ટાથારી’ ધનુષની સૌથી સફળ ફિલ્મોમાંથી એક લખાય છે અને આ ફિલ્મની રિમેકમાં કાજોલ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં નજર પડશે. કાજોલે ટ્વિટર પર આ બાબતે કહ્યું હતું કે, તેણે આ ફિલ્મની રિમેક માટે ફોટોશૂટ કરાવ્યું જેમાં તે અભિનેતા ધનુષ અને નિર્દેશક સૌંદર્યા રજનીકાંત સાથે નજરે પડે છે. કાજોલની છેલ્લી તમિલ ફિલ્મ ૧૯૯૭માં આવી હતી જેમાં તે અરવિંદ સ્વામી અને પ્રભુદેવા સાથે નજરે પડી હતી.

