શાહિદ કપૂર-સોનમ કપૂરને મળ્યો 'હોટેસ્ટ વેજીટેરિયન'નો ૨૦૧૬નો ખિતાબ

Wednesday 21st December 2016 05:23 EST
 
 

આ વરસનો સૌથી વધુ હોટેસ્ટ વેજિટેરિયનનો ખિતાબ શાહિદ કપૂર અને સોનમ કપૂરને મળ્યો છે. પ્રાણીઓના અધિકાર માટે કામ કરનારી સંસ્થા પેટા ઇન્ડિયાએ આ ખિતાબ બંનેને આપ્યો છે. આ એવોર્ડ માટેની યાદીમાં શાહિદ અને સોનમ સિવાય અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, કંગના રાણાવત, વિદ્યુત જામવાલ, આર. માધવન અને સની લિયોનીના નામ હતા. જેમાંથી શાહિદ-સોનમની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. 


comments powered by Disqus