• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતેના કાર્યક્રમો • બુધવાર તા.૨૧-૧૨-૧૬ સવારે ૧૦.૩૦ બહેનો માટે સત્સંગ • શનિવાર તા.૨૪-૧૨-૧૬ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ અને સાંજે ૭.૩૦ વાગે ૧૧ હનુમાન ચાલીસા. સંપર્ક. 01162 661 402
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ડિનર એન્ડ ડાન્સ પાર્ટીનું તા.૩૧-૧૨-૧૬ સાંજે ૭.૩૦થી ટુટિંગ હાઈ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેંક પાસે, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણ અમીન 07967 013 871
• GP પ્રમોશન્સ દ્વારા ડિનર એન્ડ ડાન્સ પાર્ટીનું શનિવાર તા.૩૧-૧૨-૧૬ સાંજે ૭.૩૦થી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન.૧૧ સંપર્ક. જી પી દેસાઈ 020 8452 5590
• હિંદુ કલ્ચરલ સોસાયટી, HCS ભવન ૩, લિન્ડહર્સ્ટ એવન્યુ, લંડન N12 0LX ખાતે રવિવાર તા.૧-૧-૧૭ બપોરે ૧૨ વાગે હવન અને શાંતિપાઠનું આયોજન કરાયું છે. બાદમાં પ્રીતિ ભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8361 4484
• ચિન્મય મિશન, યુકે દ્વારા રવિવાર તા.૧-૧-૨૦૧૭ સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ પૂજાનું ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે આયોજન કરાયું છે. તા.૧-૧-૧૭થી તા.૮-૫-૧૭ સુધી ‘ગીતાથોન’ પણ શરૂ થશે. સંપર્ક. 07738 176 932
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧-૧-૧૭ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન
ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758.
• લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી, કેન્ટન,બેલમોન્ટ અને લાયોનેસ ક્લબ ઓફ ગોલ્ડર્સ ગ્રીન તથા દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવાર તા.૨૬-૧૨-૧૬ સાંજે ૭ વાગે મ્યુઝિકલ નાઈટનું પ્રિમીયર બેન્ક્વેટીંગ હોલ, ૧, કેનિંગ રોડ, હેરો HA3 7TS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દિનેશભાઈ 07956 810 647
• સ્વ. ગોવિંદભાઈ જે. પટેલની સ્મૃતિમાં સ્વરાંજલિ (ભજન)નું શનિવાર તા.૭-૧-૨૦૧૭ બપોરે ૨.૩૦ વાગે કેન્ટન હોલ, વુડકોક હીલ, હેરો HA3 0PQ ખાતે આયોજન કરાયું છે. ભજન બાદ બુફે ડિનર છે. સંપર્ક. રેખા પટેલ 07504 002 230
