ઓહાયોઃ સામાન્યપણે જીવનનો આનંદ, મોજ અને ખુશી માણવા માટે લગ્ન કરતાં હોય છે પણ નવો અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે દરેક કિસ્સામાં આ જરૂરી નથી. ખાસ કરીને મહિલા માટે તો નહીં જ. જે મહિલાઓ ક્યારેય પરણી નથી તેવી મહિલા પણ તેની પરિણીત મિત્ર મહિલા જેટલી જ સુખી અને આનંદિત હોય છે, પણ ૬૦ વર્ષ પછી.
એવું માનવામાં આવે છે કે લગ્ન ન કર્યાં હોય તેનાં કરતાં પણ લગ્ન કરેલાં લોકો વધારે સુખી અને આનંદની લાગણી અનુભવતા હોય છે. છૂટાછેડા લીધેલા અને વિધવા કે વિધુર લોકો પણ નાખુશ હોય છે.
૬૦ વર્ષથી ઓછી ઉંમરનાં લગ્ન કરેલા પુરુષ અને મહિલાઓ સામાન્ય રીતે બીજા લોકો કરતાં વધુ સુખી અને આનંદિત હોય છે. મહિલા જ્યારે ૬૦ વર્ષ વટાવે તે પછી તે તેની કરિયર દ્વારા, મિત્રો કે પરિવાર દ્વારા આનંદ મેળવવાનો કે સુખી થવાનો માર્ગ ઔશોધે છે.
અપરિણીત પુરુષ ઓછો સુખી
ઓહાયોની બોઉલિંગ ગ્રીનસ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા અમેરિકામાં ૫૧,૦૦૦ પુખ્ત લોકોનો આ માટે સરવે કરાયો હતો. આ સર્વેમાં લગ્ન અને તેની સામાજિક અસરો તથા વ્યક્તિગત અસરો પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.

