ફિલ્મ ‘દબંગ’ અને ‘અકીરા’માં સોનાક્ષીની સરખામણી કરીએ તો તેના શરીર સૌષ્ઠવથી માંડીને તેના દેખાવમાં ઘણું પરિવર્તન જોવા મળે છે. જોકે સોનાક્ષી સિંહાએ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેના જાડા શરીરને લઇને લોકો ટીકા કરતા. આ અંગે સોનાક્ષીએ પોતાનો રોષ ઠાલવતાં કહે છે કે મેં મારી કારકિર્દીમાં ક્યારેય કોઇને મારા કામ કે અન્ય કોઇ વાત માટે ગપગોળા ઉડાવવા માટે તક આપી નહોતી એટલે જ તે લોકો મારા શરીર અને દેખાવને લઇને વાતો કરવા લાગ્યા હતાં. જોકે આવી ટિપ્પણીઓથી સોનાક્ષીને કોઇ ફરક પડતો નથી.
સોનાક્ષીના મતે તેનામાં રહેલી ભારતીયતાની છાંટ એ તેની વિશિષ્ટતા છે અને તેને લીધે તેને વધારે સારું કામ અને રોલ મળે છે. સોનાક્ષીને ખાણીપીણીને મામલે કોઇ પણ જાતની પરેજી પાળવી પસંદ નથી. ‘અકીરા’ની હીરોઇન પોતાને ફૂડી તરીકે ઓળખાવવું પસંદ કરે છે. સોનાક્ષીનું કહેવું છે કે તેને જે પસંદ છે તે ખાવામાં ક્યારેય વિચારતી નથી. બસ, તે એકસરસાઇઝ કરવામાં માને છે.

