• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૨૫-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી HA9 7EEખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર ગીતાબેન અને મહેશભાઈ પટેલ તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973
550 310
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૧-૧૦-૧૬ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૪-૯-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૨૫-૯-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદ તેમજ શુક્રવાર તા.૩૦-૯-૧૬ સમુહ સર્વ પિતૃ શ્રાદ્ધ અમાવસ્યાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• લંડન સેવાશ્રમ સંઘ, ડેવનપોર્ટ રોડ, શેફર્ડ્સ બુશ, લંડન W12 8PB દ્વારા ભારત સેવાશ્રમ સંઘની શતાબ્દિ ઉજવણીના કાર્યક્રમનું રવિવાર તા.૨૫-૯-૧૬ બપોરે ૨ વાગે આયોજન કરવામાં આવ્યું છે. પ્રવચન, હવન, ભજન અને આરતી બાદ પ્રીતિભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8743 9048.
• ગડા પાટીદાર સમાજ યુરોપ દ્વારા ગડા દિવાળી પાર્ટી ૨૦૧૬નું રવિવાર તા.૨૫-૯-૧૬ બપોરે ૩ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અજયભાઈ 07939 235 458.
• BAPS સાઉથ લંડન સત્સંગ મંડળ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને ખાસ શ્રદ્ધાંજલિ સભાનું શુક્રવાર તા.૨૩-૯-૧૬ રાત્રે ૮થી ૧૦ આર્કબિશપ લેનફ્રેન્ક એકેડમી, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. સાંજે ૭થી ૮ મહાપ્રસાદ અપાશે.
• મા ચેરિટી ટ્રસ્ટ, યુકે દ્વારા વાત્સલ્ય ગ્રામના લાભાર્થે સાધ્વી ઋતંભરાજીના આધ્યાત્મિક માર્ગદર્શન પ્રવચનનું આયોજન મંગળવાર તા.૨૭-૯-૧૬ સાંજે ૬.૩૦ વાગે રિવરસાઈડ વેન્યુ, કોન્ફરન્સ એન્ડ બેનક્વેટીંગ, હિથરો, હંસલો TW6 2AA ખાતે કરાયું છે. પ્રીતિભોજનની વ્યવસ્થા છે. સંપર્ક રમણીકભાઈ 07922 950 777
• સ્વામી કમલેશાનંદજીના સત્સંગના કાર્યક્રમો • શનિવાર તા.૨૪-૯-૧૬ – સાંજે ૫થી ૭ વલ્લભનિધિ મંદિર, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન E11 1NP • બુધવાર તા. ૨૮ -૯-૧૬ સાંજે ૭થી ૯ જૈન આશ્રમ, હેમસ્ટેડ રોડ, બર્મિંગહામ B20 2RA • રવિવાર તા.૨-૧૦-૧૬ બપોરે ૨થી ૬, મીરાં કેટરીંગ હોલ, પેર રોડ, સ્ટેનમોર, લંડન HA7 1NL સંપર્ક શશીભાઈ પટેલ 01582 660 629.
• હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા હરિન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક -૨૦૧૬ એનાયત કરવાનો કાર્યક્રમ મંગળવાર તા.૨૭-૯-૨૦૧૬ મુંબઈ ખાતે યોજાયો છે. આ વર્ષનું પારિતોષિક આઠ ગુજરાતી કાવ્યસંગ્રહ અને પાંચ હિંદી-ઉર્દૂ કાવ્યસંગ્રહ રચનારા જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને અપાશે.
• BAPS સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, ૨૬૦ બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8HE દ્વારા શાળાના ઓપન ડેનું આયોજન તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ સવારે ૧૧થી બપોરના ૧ દરમિયાન કરવામાં આવ્યું છે. બ્રિટનની ટોચની દસ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલોમાં જેની ગણના થાય છે તેવી આ શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ હંમેશા GCSE અને A લેવલમાં એ સ્ટાર અને એ ગ્રેડ મેળવે છે. શાળાકીય શિક્ષણ ઉપરાંત હિન્દુ ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાનું વિશેષ શિક્ષણ આ શાળામાં મળે છે. વધુ માહિતી માટે સંપર્ક: 020 8965 8381 અથવા જુઓ એશિયન વોઇસ પાન નં. 11.
