અભિનેતા ઇરફાન ખાને ફાધર્સ ડેના દિવસે પુત્ર અયાન ખાન સાથે સાબરમતીમાં આવેલા
ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ઈરફાને અયાનને ગાંધીજીનાં ઐતહાસિક આંદોલન વિશેની માહિતી પણ જાતે જ આપી હતી. પિતા પુત્રએ ગાંધીજીનો ચરખો ચલાવીને ગાંધીજીને યાદ કર્યાં હતાં. આગામી ફિલ્મનાં પ્રમોશન માટે આવેલા ઇરફાને ફિલ્મ સર્ટિફિકેશન વિશે કહ્યું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રી દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે ત્યારે આ પ્રકારનાં બંધનો ઇન્ડસ્ટ્રી પર ન હોવા જોઈએ. આવા બંધનો હશે તો આપણે હોલિવૂડનાં સ્તરે ક્યારે પહોંચી શકીશું.’

