નાના પડદેથી મોટા પડદા તરફ ફરેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેના બ્રેકઅપ પછી સુશાંત સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો, પણ હાલમાં સુશાંતે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પરથી લાગે છે કે તે કૃતિ અને તેના નજીકના લોકો સાથે ખૂબ જ ખુશ છે. હાલ કૃતિ-સુશાંત ફિલ્મ ‘રાબતા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અંકિતા સાથે બ્રેકઅપ પછી સુશાંત સોશિયલ મીડિયા પરથી અચાનક ગાયબ થઈ ગયો હતો, પણ તાજેતરમાં સુશાંતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કૃતિ સાથેના ફોટા શેર કર્યાં છે.

