મહારાષ્ટ્રના થાણેમાં રૂ. ૨૦૦૦ કરોડના ડ્રગ દાણચોરીના કેસમાં મમતા કુલકર્ણી વિશે પોલીસે જણાવ્યું છે કે, કેન્યામાં ડ્રગની દાણચોરી માટે યોજાયેલી બેઠકમાં મમતા પણ સામેલ હતી. આ મામલે મમતાનો પતિ કહેવાતો વિકી ગોસ્વામી પણ આરોપી છે. અહેવાલો અનુસાર મમતા હાલ કેન્યામાં છે.
પોલીસના કહેવા પ્રમાણે સોલાપુરની ફાર્મા કંપની એવન લાઇફ સાયન્સિસ પાસેથી રૂ. બે હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આ કંપનીમાં મમતાને નિર્દેશક બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મામલા સામે આવ્યા પછી યુએસની તપાસ એજન્સીઓએ થાણે પોલીસને મદદનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. થોડા મહિના પહેલાં મુંબઈની નજીક આવેલા થાણેમાં પોલીસે જ્યારે રૂ. ૨૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું ત્યારે આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.

