સંસ્થા સમાચાર ૨૫-૬-૧૬ના ઈશ્યુ માટે

Tuesday 21st June 2016 13:42 EDT
 

• દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળપણથી આવતા અંધાપાના નિવારણ માટેના કાર્યક્રમ અંગે ગુરૂવાર તા. ૩૦મી જૂન સવારે ૧૦થી ૧૦-૩૦ દરમિયાન લાયકા દિલ સે AM 1035 પર લાઇવ ફોન વાર્તાલાપ રજૂ થશે. જેમાં રવિ શર્મા સાથે હિન્દીમાં, ડો. હરભજન સિંઘ પ્લાહા સાથે પંજાબીમાં, ભરત કક્કડ સાથે ગુજરાતીમાં અને શ્રીમતી પ્રીતિ મોદી સાથે ઇંગ્લીશમાં વાત કરી શકાશે. સંપર્ક: 07768 311 855.
* લંડન સેવાશ્રમ સંઘ દ્વારા ‘એચીવીંગ પીસ ઓફ માઈન્ડ ફ્રોમ ધ પર્સ્પેક્ટીવ ઓફ ધ ઈન્ડોજેનિક રિલિજન્સ’ વિષય પર સ્વામી નિર્લિપ્તાનંદ અને અન્ય વક્તાઓ દ્વારા પ્રવચન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું રવિવાર તા.૩-૭-૧૬ બપોરે ૧.૩૦થી સાંજે ૫.૩૦ સુધી લંડન બુદ્ધિષ્ટ વિહાર, ચીઝીક, લંડન W4 1UD ખાતે આયોજન કરાયું છે. અંતે પ્રસાદનો લાભ મળશે.જુઓ જાહેરાત એશિયન વોઈસ પાન નં. ૧૩. સંપર્ક. 020 8743 9048.
• કાર્ડીફ સનાતન ધર્મ મંડળ એન્ડ હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન તા. ૧ના રોજ બપોરના ૧થી સાંજના ૭; તા. ૨ના રોજ સવારના ૮થી બપોરના ૩ સુધી અને તે પછી ભજન તેમજ તા. ૧૦ના રોજ સવારના ૯થી બપોરના ૨.૩૦ દરમિયાન રાખવામાં આવ્યું છે. તા. ૨ના રોજ મુખ્ય મહેમાન તરીકે શ્રી સીબી પટેલ, તંત્રી / પ્રકાશક, ગુજરાત સમાચાર અને તંત્રી મંડળના સદસ્યો ઉપસ્થિત રહેશે. એશિયન હોલીડે ક્લબ દ્વારા લંડનથી કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. સંપર્ક: વિનોદભાઇ 02920 623 760.
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનિલા ગોહિલ અને ફહાદના ગોલ્ડન હીટ્સ ગીતો ‘ચલો દિલદાર ચલો’ના સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૨-૭-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8555 0318 . જુઅો જાહેરાત પાન નં. ૨૫.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે યોગિની એકાદશીઃ શુક્રવાર ૧ જુલાઈના રોજ અને સોમવતી અમાસ સોમવાર ૪ જુલાઈના રોજ ઉજવાશે. હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, સાંધ્ય આરતી, સત્સંગનો લાભ મળશે. દર શનિવારે બપોરના- ૪થી સાંજના ૫ સત્સંગનો લાભ મળશે. સંપર્કઃ 020 8902 8885.
• વંધ્યત્વ નિવારણના નિષ્ણાંત ડો. નયના પટેલના આકાંક્ષા આઇવીએફ ક્લીનીક દ્વારા તા. ૧-૭-૧૬ શુક્રવાર બપોરના ૪થી ૯ અને શનિવાર તા. ૨-૯-૧૬ના રોજ સવારના ૮થી ૮ દરમિયાન ક્રાઉન પ્લાઝા હોટલ, વેસ્ટર્ન એવન્યુ, લંડન (હેંગર લેન ટ્યુબ સ્ટેશન સામે) માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07748 706 542.
• છ ગામ નાગરીક મંડળ યુકે દ્વારા તા. ૨૬-૬-૧૬ના રોજ બપોરના ૨થી ૮-૩૦ દરનિયાન પ્લેઇંગ ફિલ્ડ્સ, કિંગ્સબરી હાઇસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9LR ખાતે પીકનીકનું અયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: પ્રવીણભાઇ અમીન 020 8337 2873.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૨૬-૬-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈ-બહેનો છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• સમર્પણ મેડિટેશન દ્વારા પૂ.શિવકૃપાનંદજીના પ્રવચનનું રવિવાર તા.૨૬-૬-૧૬, સાંજે ૪.૩૦ થી ૭ સુધી શ્રી રામ મંદિર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કિરીટ જોશી 01162 730 408.
• શ્રી સનાતન મંદિર,લેસ્ટર દ્વારા મંદિર પાટોત્સવના કાર્યક્રમનું બુધવાર તા. ૨૯-૬-૧૬ સવારે ૧૦ થી ૧ સુધી ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૫-૬-૧૬ બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૨૬-૬-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• ASIAN ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા પૂ. રમણીકભાઈ દવેની ‘રામકથા’નું ગુરુવાર તા.૩૦-૬-૧૬થી શનિવાર તા.૯-૭-૧૬ સુધી દરરોજ સવારે ૧૦થી બપોરે ૨ સુધી બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ઈલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.ગોપાલભાઈ 07977 475 529.
• સ્વામિનારાયણ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા મંગળવાર તા. ૫-૭-૧૬ થી શનિવાર તા. ૯-૭-૧૬ સુધી વચનામૃત પારાયણનું દરરોજ સાંજે ૭થી ૯ બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, કિંગ્સબરી NW9 9RL ખાતે આયોજન કરાયું છે. પૂ. દિવ્યસ્વરૂપદાસજીના સાનિધ્યમાં તા.૨૯-૬-૧૬ થી ૧૦-૭-૧૬ સુધી સંતોનો વિચરણનો કાર્યક્રમ છે. સંપર્ક. 020 7998 0154
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે શ્રી કૃષ્ણ લીલા કથાનું રવિવાર તા.૩-૭-૧૬થી શનિવાર તા. ૯-૭-૧૬ દરમિયાન દરરોજ સાંજે ૪.૩૦થી ૭.૩૦ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રેખાબેન પોપટ 07816 849 558.
• ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું શુક્રવાર તા.૨૯-૬-૧૬ બપોરે ૧.૪૫થી સાંજના ૭.૩૦ સુધી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક 01772 253 901.
• હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુકે) દ્વારા ફર્સ્ટ હિંદુ યુથ ફેસ્ટિવલ – સ્પોર્ટ્સ ઈવેન્ટનું શનિવાર તા.૨-૭-૧૬ હાર્પર ગ્રીન કોમ્યુનિટી લેઝર સેન્ટર, ફાર્નવર્થ, બોલ્ટન BL4 0DH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક હેમાબેન લિંબાચીયા 07989 774 354
• મા કૃપા ગુજરાતી સ્કૂલ – એજવેર-લંડનમાં ૪ સપ્ટેમ્બર ૨૦૧૬થી શરૂ થઈ રહી છે. ઓપન ડે રવિવાર તા.૨૬ જૂને રાખવામાં આવેલ છે. ૪ વર્ષના બાળકથી માંડી GCSE લેવલના અભ્યાસ સુધીના ગુજરાતી ક્લાસ ચાલુ થઈ રહ્યા છે. ગુજરાતી પાઠ્યપુસ્તકો ફ્રી આપવામાં આવશે. સંપર્ક. વિજયાબેન ભંડારી 020 8958 8564.
• કલા ધ આર્ટ્સ દ્વારા ‘સંઘ’ - ઈન્ડિયન ડાન્સ થિયેટર- સંગીત નૃત્ય કાર્યક્રમનું શનિવાર તા.૨-૭-૧૬ સાંજે ૭ વાગે ધ હેમાર્કેટ, ચર્ચિલ વે, બેસિંગસ્ટ્રોક, હેમ્પશાયર RG21 7NW ખાતે આયોજન કરાયું છે. સંપર્ક અનવિલ આર્ટ્સ 01256 844 244
• રાધા કૃષ્ણ મંદિર, બાલમ હાઈ રોડ, લંડનSW12 9AL ખાતે પૂ. વ્રજરાજકુમારજીની પધરામણી, વચનામૃત ઉત્સવનું શનિવાર તા.૨-૭-૧૬ના રોજ બપોરે ૧૨થી ૩ આયોજન કરાયું છે. આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8675 3831
• બ્રાઈટ સ્ટાર્સ એન્ટરટેનમેન્ટ દ્વારા મેસફિલ્ડ સ્વીટ, હેરો લેઝર સેન્ટર, હેરો, HA3 5BD ખાતે રવિવાર તા. ૩-૭-૨૦૧૬ના કાર્યક્રમો • બપોરે ૨થી ૪.૩૦ અનિલ અને મીરાના સૂરમાં ‘ઉત્સવ શ્રીનાથજીનો’ કાર્યક્રમ અને • સાંજે ૬ વાગે ડો. સુપ્રિયા જોશી અને ડોલર મહેતાના કંઠે ગઝલોનો કાર્યક્રમ ‘ કાફિલા યાદોંકા’ ટિકિટ માટે સંપર્ક. કાજલ પટેલ 07871 544 192.


comments powered by Disqus