સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂરને સલમાન ડેઝી શાહ સાથે નિકટતા રાખે એ પસંદ નથી. આ મામલે લૂલિયાએ સલમાન પરિવાર સાથે વાત પણ કરી છે. એક અહેવાલ મુજબ ખાન ફેમિલીના સભ્યોએ સલમાન અને તેની બહેન અર્પિતાને ડેઝીથી દૂર રહેવાની સલાહ આપી છે. આ વિશે ડેઝીને પૂછતાં તેણે નવાઈ અનુભવી અને કહ્યું કે તે સલમાનની મિત્ર છે. લૂલિયાની નહીં. લૂલિયા મારા વિશે શું વિચારે છે તેનાથી મને કોઈ ફેર પડતો નથી. ડેઝી ઘણીવાર સલમાનના ઘરે આવ-જા કરતી રહે છે અને સલમાન ખાનના ફેમિલી ફંકશનમાં પણ તેને બોલાવાય છે.

