બોલિવૂડના સ્ટાર્સ ઋતિક રોશન અને કંગના રાણાવતની લડાઈ ધીમે ધીમે ગૂંચવાઈ રહી છે. બંને એકબીજાના પ્રેમમાં હતા અને ચોરી ચોરી ચૂપકે ચૂપકે બંનેએ ૨૦૧૪માં સગાઈ કરી પછી સંબંધોમાં ખટાશથી બંને છૂટા પડ્યાના સમાચારો વહેતા થયા બાદ તાજેતરમાં કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકે જણાવ્યું છે કે, કંગનાએ ઋતિક સામે ફરિયાદ કરી છે કે ઋતિકે કંગના વિશે કેટલીક અંગત જાણકારીઓ વહેતી કરી છે. ઋતિકની આ અશ્લિલ હરકત ગણવામાં આવે. આ ફરિયાદને કારણે ઋતિકને ૧૦ વર્ષની જેલ પણ થઈ શકે છે.
સિદ્દીકે કહ્યું કે, આ ઉપરાંત ઋતિક પર માનહાનિનો આરોપ અને એક મહિલા પર કલંક લગાવવા અને કાયદાકીય રીતે ધમકી આપવાનો આરોપ પણ લગાવી શકાય તેમ છે. ઋતિકે એક કાર્યક્રમમાં કંગનાને પોતાની સિલી એક્સ કહ્યા પછી કંગના તરફથી આ ફરિયાદો શરૂ થઈ છે.

