ટેલિવિઝન પર પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવનારા કપિલ શર્માનું મીણનું પૂતળું હવે લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે. કપિલ ભારતનો પહેલો ટીવી સ્ટાર છે કે જેનું મીણનું પૂતળું મેડમ તુસાદમાં મુકાશે. હાલમાં જ કપિલે લંડનથી આવેલા મ્યુઝિયમના સભ્યોને પોતાનું માપ આપ્યું હતું. બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સ્ટેચ્યૂ આ મ્યુઝિયમમાં છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મીણનું પૂતળું પણ આ મ્યુઝિયમમાં મુકાવાનું છે જેના માટે મોદીનું માપ હમણાં જ લેવાયું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું પૂતળું પણ મેડમ તુસાદમાં મુકાવાની વાત ચાલે છે.

