અભિનેતા રણબીર કપૂરની પૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણ ૧૯મી માર્ચની સાંજે સાત વાગે રણબીરના ફ્લેટ પર પહોંચી હતી અને બંને પછી ટેરેસ પર સાથે સમય વીતાવતાં જોવા મળ્યા હતા. દીપિકા એક દિવસ પહેલાં હોલિવૂડ ફિલ્મ ‘ટ્રિપલ એક્સ’નું શૂટિંગ પૂરું કરીને ભારત આવી હતી. એ પછી રણબીર અને દીપિકા સાથે દેખાયા હતા. દીપિકાનો બોયફ્રેન્ડ રણવીર સિંહ હાલમાં દુબઈમાં છે. આ મુલાકાત અંગે રણવીરની પ્રતિક્રિયા જોવી રહી!

