‘ટોઇફા’માં છવાઈ ‘બાજીરાવ મસ્તાની’

Wednesday 23rd March 2016 06:40 EDT
 
 

દુબઈમાં યોજાયેલા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ફિલ્મ એવોર્ડ્સ-(‘ટોઇફા’) ૨૦૧૬માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ વધુમાં વધુ એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. ફિલ્મ માટે સંજય લીલા ભણસાલીએ બેસ્ટ દિગ્દર્શક અને રણવીર સિંહે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત ‘બાજીરાવ મસ્તાની’ માટે પ્રિયંકા ચોપરાને સહાયક અભિનેત્રીનો અને શ્રેયા ઘોષાલને બેસ્ટ ગાયક (દિવાની મસ્તાની ગીત)નો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના સંગીત માટે સંજય ભણસાલીને એવોર્ડ મળ્યો હતો. આ ઇવેન્ટને રિતેશ દેશમુખ, પરણિતી ચોપડા અને મનીષ પોલે હોસ્ટ કરી હતી.
• બેસ્ટ ફિલ્મઃ બજરંગી ભાઈજાન • બેસ્ટ દિગ્દર્શકઃ સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની) • બેસ્ટ અભિનેતાઃ રણવીર સિંહ (બાજીરાવ મસ્તાની) • બેસ્ટ અભિનેત્રીઃ કંગના રાણાવત (તનુ વેડ્સ મનુ રિટનર્સ) • બેસ્ટ સંગીતકારઃ સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની) • બેસ્ટ અભિનેતા ક્રિટિક્સઃ અમિતાભ બચ્ચન (પીકૂ) • બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સઃ કલ્કિ કોચલીન (માર્ગરિટા વિથ સ્ટ્રો) • બેસ્ટ ગાયકઃ પેપોન (મોહ મોહ કે ધાગે, દમ લગા કે હઈશા) • બેસ્ટ ગાયિકાઃ શ્રેયા ઘોષાલ (મોહે રંગ દો , બાજીરાવ મસ્તાની).


comments powered by Disqus