આંતરિક મતભેદો વચ્ચે અમિતાભ બચ્ચને શત્રુઘ્ન સિંહાની ભારતી પ્રધાન લિખિત બાયોગ્રાફી ‘એનીથિંગ બટ ખામોશ’નું મુંબઈમાં ૨૦મી ફેબ્રુઆરીએ વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં શત્રુઘ્નએ કહ્યું હતું કે, મારા દિલમાં અમિત માટે ઘણું માન છે. તેઓ મિલેનિયમ સ્ટાર છે. જો અમે મિત્રો છીએ તો અમને લડવાનો હક છે. આ પુસ્તકમાં શત્રુઘ્ન અને બિગ બીના વચ્ચેના મતભેદ અંગે ઘણું લખાયું છે. આ અંગે શત્રુઘ્નએ કહ્યું હતું કે, એ બધી ગઈકાલની વાતો છે, જો આ ન લખ્યું હોત તો પ્રામાણિક આ આત્મકથા ન હોત. એનો અર્થ બિલકુલ એવો નથી કે આજે પણ અમારા સંબંધોમાં ખટાશ છે. તે યુવાનીનો આવેગ અને સ્ટારડમની અસર હતી. ‘એનીથિંગ બટ ખામોશ’ના વિમોચન કાર્યક્રમમાં શત્રુઘ્નનાં પત્ની પૂનમ, દીકરી સોનાક્ષી પુત્રો લવ કુશ, લેખિકા ભારતી પ્રધાન અને અમિતાભા બચ્ચન સહિતની ઘણી હસ્તીઓ હાજર હતી.

