મુંબઈમાં ૨૦મી ફેબ્રુઆરીએ યોજાઈ ગયેલા ઝી સિને એવોર્ડમાં સલમાન ખાનને ‘બજરંગી ભાઈજાન’ માટે બેસ્ટ અભિનેતાનો અને દીપિકાને ‘પીકુ’ માટે બેસ્ટ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો. પહેલી વખત કોઈ એવોર્ડ ફંકશનમાં જ્યુરી એવોર્ડ અપાયા હોય એવું બન્યું છે. આ એવોર્ડ શોને કરણ જોહર અને શાહિદ કપૂરે હોસ્ટ કર્યો હતો.
ઝી સિને એવોર્ડ્ઝ
• વ્યુઅર્સ ચોઇસ બેસ્ટ અભિનેતાઃ સલમાન ખાન - બજરંગી ભાઇજાન • વ્યુઅર્સ ચોઇસ બેસ્ટ અભનેત્રીઃ દીપિકા પાદુકોણ – પીકુ • વ્યુઅર્સ ચોઇસ બેસ્ટ ફિલ્મઃ ‘બજરંગી ભાઇજાન’ • લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડઃ વીરુ દેવગન • બેસ્ટ અભિનેતા જ્યુરીઃ અમિતાભ બચ્ચન – ‘પીકુ’, રણવીર સિંહ - ‘બાજીરાવ મસ્તાની’ • બેસ્ટ અભિનેત્રી જ્યુરીઃ દીપિકા પાદુકોણ - ‘પીકુ’ • બેસ્ટ દિગ્દર્શકઃ સંજય લીલા ભણસાલી - ‘બાજીરાવ મસ્તાની’ • બેસ્ટ ફિલ્મ જ્યુરીઃ ‘બાજીરાવ મસ્તાની’

