વોશિંગ્ટનઃ ગ્રીન વેજિટેબલ્સમાં ઘણાબધાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે જે શરીરના ફ્રી કોષોનું ઓક્સિડેશન અટકાવે છે. શરીરને પોષણ પૂરું પાડે છે. અને રોજિંદી કાર્યવ્યવસ્થાને રાબેત મુજબ ચાલતી રાખવામાં મદદ કરે છે. ફ્લાવર ફેમિલીની બ્રોકલીમાં રહેલું સલ્ફોરાફેરન નામનું કેમિકલ કેન્સરના કોષોનો ગ્રોથ અવરોધે છે એવું આ પહેલાંના અભ્યાસમાં નોંધાયું છે. જોકે અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોએ ક્લિનિકલ સ્ટડી કરીને નોંધ્યું છે કે સલ્ફોરાફેન કેમિકલથી બ્રેસ્ટ ટિશ્યુમાં કેન્સરનો ગ્રોથ રોકાઈ જાય છે.
જો બ્રેસ્ટ કેન્સરની શરૂઆત જ હોય અને કેન્સરના કોષો માત્ર બ્રેસ્ટના ટિશ્યુ સુધી જ સીમિત હોય તો સલ્ફોરાફેન કમ્પાઉન્ડથી એનો ગ્રોથ લગભગ અવરોધાઈ જાય છે. બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા માટેના મેમોગ્રામ ટેસ્ટમાં એબ્નોર્માલિટી ધરાવતી ૫૪ મહિલાઓ પર આ કમ્પાઉન્ડનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

