સંગીતકાર ખય્યામે તેમના ૯૦મા જન્મદિને ૧૮મી ફેબ્રુઆરીએ પોતાની સમગ્ર મિલકત રૂ. ૧૦ કરોડ પ્રદીપ જગજિત ચેરિટેબલ ટ્રસ્ટને દાનમાં આપી હતી. આ રકમ ફિલ્મઉદ્યોગના જરૂરિયાતમંદ કલાકારોની મદદમાં લેવાશે. ખય્યામે આ અંગે કહ્યું હતું કે, મને લાગે છે કે દેશે મારા માટે ઘણું બધું કર્યું છે. હવે હું પણ મારા દેશ અને ફિલ્મઉદ્યોગ માટે કંઈક કરું તેથી આ કદમ મેં ભર્યું છે. ૪ દાયકા સુધી ફિલ્મોમાં સંગીત આપનારા ખય્યામને શ્રેષ્ઠ સંગીત માટે ત્રણ ફિલ્મફેર એવોર્ડ અપાયા છે અને વર્ષ ૨૦૧૧માં ભારત સરકારના સન્માન પદ્મ ભૂષણથી તેમને સન્માનિત કરાયા છે.

