ડાયેટિશિયન ડોક્ટર નટુ એક શહેરના સભાગૃહમાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણને મારી નાખવા માટે પૂરતો છે. માંસ નુકસાનકારક છે તો શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષો હોય છે. આપણે જે પાણી પીએ છીએ તેમાં કેટલા બધા બેક્ટેરિયા હોય છે તેનો આપણને અહેસાસ નથી, પરંતુ આ બધામાં સૌથી ખતરનાક એક વસ્તુ છે, જે આપણે બધા ખાઈએ છીએ. શું તમારામાંથી કોઈ કહેશે કે હું કઈ જીવલેણ વસ્તુની વાત કહી રહ્યો છું?’
પહેલી હરોળમાં બેઠેલો ગટુ બોલ્યો, ‘સગાઈનો પેંડો.’
•
નટુ (તેના નોકર ગટુને)ઃ તેં મને ગધેડો, મૂર્ખો, પાજી જેવી ગાળો કેમ દીધી?
ગટુઃ અરે માલિક, મેં ક્યાં તમને ગાળો આપી છે? મેં તો તમારો હુકમ પાળ્યો છે.
નટુઃ એ કેવી રીતે?
ગટુઃ તમે જ તો પૂછ્યું હતું કે તું મને શું સમજે છે?
•
ટીચરઃ ડેટ અને તારીખમાં શું ફરક કહેવાય.
આખો ક્લાસ ચુપ હતો ત્યાં છેલ્લી બેન્ચ પરથી મગનિયો બોલ્યોઃ ટીચર, ડેટ પર ગર્લફ્રેન્ડ સાથે જવાય અને તારીખ પર વકીલ સાથે જવાય.
•
એક મહિલા ત્રણ બાળકો સાથે બસમાં જઈ રહી હતી.
કંડક્ટરઃ બેન આ બાળકોની ટિકિટ લેવી પડશે તમારે, તેમની ઉંમર શું છે?
મહિલાઃ પહેલાની ઉંમર બે વર્ષ, બીજાની દોઢ અને ત્રીજાની એક વર્ષ.
કંડક્ટરઃ બેન, ટિકિટ ના લેવી હોય તો કંઈ નહિ, પણ બાળકોની ઉંમર વચ્ચે ૯ મહિનાનું અંતર તો રાખો.
મહિલાઃ ઓ ભાઈ... આ વચ્ચે વાળો મારી જેઠાણીનો છે.
•
બે છોકરા લખોટીઓ રમી રહ્યા હતા. અચાનક હોસ્પિટલમાં ગયા.
નાના છોકરાએ ડોક્ટરને કહ્યું, ‘હું લખોટી ગળી ગયો છું.’
ડોક્ટર (મોટા છોકરા સામે જોઈને)ઃ શું આ તારો ભાઈ છે?
મોટા છોકરાએ જવાબ આપ્યો, ‘ના, એ લખોટી મારી હતી.’
•
ભિક્ષુકઃ ભિક્ષા આપો માતે...
મહિલાઃ લો બાબા...
ભિક્ષુકઃ માતે, જરા દરવાજાની બહાર આવીને સરખી રીતે તો આપો.
મહિલા દરવાજાની બહાર આવે છે. ભિક્ષુક મહિલાને પકડી લે છે અને કહે છેઃ હાહાહાહા, હું કોઈ ભિક્ષુક નથી. હું તો રાવણ છું...
મહિલાઃ તો હું પણ કંઇ સીતા નથી. હું તો કામવાળી છું...
રાવણઃ અરે વાહ, સીતાનું અપહરણ કરી આજ સુધી પસ્તાઉં છું. મંદોદરી પહેલી વાર બહુ ખુશ થશે, કામવાળી લઈ જઈશ તો. એને કામવાળીની જરૂર
જ છે.
મહિલાઃ હાહાહાહા... સીતાને શોધવા તો માત્ર રામ જ આવ્યા હતા. મને લઈ જશો તો શોધવા માટે આખું બિલ્ડિંગ આવશે.
•
ચીનના લોકોની આંખ જેટલી ખૂલે છે એટલી આંખ ખોલીને તો આપણા લોકો ઊંઘમાં ફેસબુક પર પોસ્ટ કરે છે.
•
લગ્નસરાના દિવસો ચાલી રહ્યા છે...
બ્યુટી પાર્લરના રિસેપ્શન એરિયામાં એક ભાઇ બે કલાકથી છાપાં મેગેઝિન વાંચતા બેસી રહ્યાં હતાં. એવામાં એક સુંદર ઝક્કાસ બહેન આવ્યાં અને ભાઇનો ખભો દબાવીને કહે છેઃ
‘ચાલો, ઘરે!’
ભાઇ ગભરાઇ ગયા. પરસેવો લૂછતાં કહે છે, ‘ના... ના... મારી વાઇફને લઇને આવ્યો છું એ અંદર તૈયાર થાય છે.’
બહેનઃ જરા ધ્યાનથી જુઓ, હું જ છું!
