દેવન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મા કૃપા ફાઉન્ડેશન દ્વારા તા.૬ થી ૧૬ ઓગસ્ટ સુધી ‘શ્રીમદ્ ભાગવત કથા’ તેમજ ‘શ્રીનાથજી દર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પર બીરાજેલા શ્રી શરદભાઈ વ્યાસ(ધરમપુર)ની અમૃતવાણી દ્વારા દરરોજ ૨૫૦થી વધુ ભાવિક ભક્તોની હાજરીમાં કેનન હાઈસ્કૂલ, એજવેર, યુકે ખાતે આ ભવ્ય પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
આ પુણ્ય કાર્યને મુખ્ય મનોરથી ધામેચા, મજીઠીયા, પાંવ, ખગ્રામ તેમજ મોદી પરિવારના સહયોગથી ખૂબ જ વેગ મળેલ છે. કથા દરમ્યાન પૂ. શ્રી રામબાપા, પૂ.૧૦૮ શ્રી પરેશબાવા (મથુરા),શ્રી વાલજીભાઈ દાવડા, બ્રહ્મસમાજના અગ્રણીઓ, લાભશંકરભાઈ ઓઝા, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી. બી. પટેલ, તેમજ નોર્થ લંડન લોહાણા સમાજના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
જરૂરતમંદોના લાભાર્થે યોજવામાં આવેલી આ કથામાં £૧૬૦૦૦નું ભંડોળ એકત્ર થયેલ છે. સંસ્થા વતી અમે કથામાં પધારેલા શ્રોતાઓ તેમજ મહાનુભાવોના ખૂબ જ આભારી છીએ.

