લંડનઃ ઇંગ્લેન્ડે આગામી સમયમાં પાકિસ્તાન સામે રમાનારી વન-ડે શ્રેણી માટે ટીમ જાહેર કરી છે. ૧૫ સભ્યોની ટીમમાંથી બેટ્સમેન જેમ્સ વિન્સની બાદબાકી કરીને તેના સ્થાને ડરહામના બેન સ્ટોક્સ અને માર્ક વૂડનો સમાવેશ કરાયો છે. હેમ્પશાયરના લિયામ ડોસનને પણ સ્થાન મળ્યું છે.
વિન્સે પાકિસ્તાન સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચની સાત ઇનિંગ્સમાં માત્ર ૨૨ રનની સરેરાશથી ૧૫૮ રન કર્યા હતા. ઝડપી બોલર ફિન ઇજાગ્રસ્ત થતાં અગાઉથી વન-ડે શ્રેણીમાંથી બહાર છે.
ઇંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન, મોઇન અલી, લિયામ ડોસન, ક્રિસ જોર્ડન, એલેક્સ હાલેસ, લિયામ પ્લન્કેટ, આદિલ રશીદ, જોઇ રુટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વોકિસ, માર્ક વૂડ
ટાઇમટેબલ
વન-ડે શ્રેણીનો ૨૪ ઓગસ્ટથી સાઉથમ્પટન મેચથી પ્રારંભ થઇ રહ્યો છે. બીજી મેચ લોર્ડ્ઝમાં ૨૭મીએ, ત્રીજી મેચ ૩૦મીએ ટ્રેન્ટબ્રિજમાં, ચોથી મેચ ૧ સપ્ટેમ્બરે હેડિંગ્લેમાં અને પાંચમી વન-ડે ૪ સપ્ટેમ્બરે કાર્ડિફમાં રમાશે.

