રૂસ્તમનું કલેક્શન રૂ. ૧૦૦ કરોડને પાર

Wednesday 24th August 2016 06:47 EDT
 
 

અક્ષર કુમારની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘રૂસ્તમ’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. ટીનુ દેસાઈના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બજેટ જ નથી વસૂલ કર્યું, પણ ૧૫૨ ટકા નફા સાથે અત્યાર સુધી આવેલી આ વર્ષની પાંચ સૌથી વધુ નફો કરનારી ફિલ્મમાં સ્થાન મેળવી લીધું છે. અક્ષય કુમારના જોરદાર અભિનયના દમ પર રૂ. ૪૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી રૂ. ૧૦૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને રૂ. ૬૧ કરોડનો નફો નિર્માતાને રળી આપ્યો છે.


comments powered by Disqus