દીપાવલિ મહોત્સવના કાર્યક્રમો
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે રવિવાર તા.૩૦-૧૦-૧૬ દિવાળીએ ચોપડાપૂજન સાંજે ૫ થી ૬ અને સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતનવર્ષે અન્નકૂટના દર્શન બપોરે ૧૨થી રાત્રે ૯ થશે. અન્નકૂટ આરતી બપોરે ૧૨ વાગે અને રાત્રે ૯ વાગ્યા સુધી દર અડધા કલાકે આરતી થશે. સંપર્ક. 020 8965 2651
• શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા શનિવાર તા.૨૯-૧૦-૧૬ સાંજે ૬.૩૦ વાગે દિવાળી ફાયરવર્કસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સોમવાર તા.૩૧-૧૦-૧૬ સવારે ૬થી રાત્રે ૮ દરમિયાન નૂતનવર્ષની ઉજવણી અને બપોરે ૧૨ વાગે અન્નકૂટનું સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી રોડ, લંડન NW9 8AQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8200 1991
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૩૦-૧૦-૧૬ દિવાળીની રાતે ફટાકડા સાંજે ૭.૩૦ વાગે • સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન બપોરે ૧.૩૦ વાગે સંપર્ક. 01772 253 901
• જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU દિવાળીને રવિવાર તા.૩૦ અને નૂતન વર્ષને સોમવાર તા.૩૧-૧૦-૧૬ના રોજ સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન મંદિર ખુલ્લું રહેશે. અન્નકૂટની આરતી તા.૩૧ બપોરે એક, બે અને ત્રણ વાગે થશે. દિવાળી પાર્ટી શુક્રવાર તા.૨૧-૧૦-૧૬ બપોરે ૧.૩૦ વાગે યોજાશે. સંપર્ક. 020 8861 1207
• શ્રી વલ્લભનિધિ યુકે દ્વારા સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે રવિવાર તા.૩૦-૧૦-૧૬ દિવાળીએ ચોપડાપૂજન સવારે ૧૧ અને તા.૩૧-૧૦-૧૬ નૂતન વર્ષે અન્નકૂટ સવારે ૭થી સાંજે ૭ તથા શ્રીનાથજી સનાતન હિંદુ મંદિર, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન, લંડન E11 1NP ખાતે દિવાળીએ ચોપડાપૂજન રાત્રે ૮, નૂતનવર્ષે અન્નકૂટ બપોરે ૪થી રાત્રે ૯ અને બપોરે ૧૨ વાગે ગોવર્ધનપૂજા (હવેલી) થશે. સંપર્ક. 020 8989 2034.
• જલારામ મંદિર, ગ્રીનફર્ડ વેડ્સવર્થ રોડ, પેરિવેલ, UB6 7JDખાતે રવિવાર તા.૩૦-૧૦-૧૬ રાત્રે ૮થી ૧૦ દિવાળી અને લક્ષ્મીપૂજન/ચોપડા પૂજન તથા સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતનવર્ષે સવારે ૯થી રાત્રે ૮ સુધી અન્નકૂટના દર્શન - અન્નકૂટની આરતી સવારે ૧૧ વાગે સંપર્ક. 020 8578 808
• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ (ટેમ્પલ) મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન હેરો, મીડલસેક્સ HA3 9EA ખાતે રવિવાર તા. ૩૦-૧૦-૧૬ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દિવાળી અને લક્ષ્મીપૂજન/ચોપડા પૂજન તથા સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતનવર્ષે સવારે ૬.૩૦થી રાત્રે ૮ સુધી અન્નકૂટના દર્શન થશે. અન્નકૂટની આરતી સવારે ૧૧ વાગે થશે. સંપર્ક. 020 8909 9899
• શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે રવિવાર તા.૩૦-૧૦-૧૬ દિવાળી અને લક્ષ્મીપૂજન તથા સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતનવર્ષે અન્નકૂટના દર્શન થશે. અન્નકૂટની આરતી સવારે ૧૧ વાગે થશે. સંપર્ક. 020 8459 4506
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે દિવાળીના કાર્યક્રમો • શનિવાર તા.૨૯-૧૦-૧૬ કાળી ચૌદશ, બપોરે ૩ વાગે હનુમાન ચાલીસા. બાદમાં આરતી અને મહાપ્રસાદ • રવિવાર તા.૩૦-૧૦-૧૬ દિવાળી બપોરે ૧ વાગે ચોપડાપૂજન (લક્ષ્મીપૂજન) • સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતનવર્ષ અન્નકૂટ દર્શન અને મહાઆરતી બપોરે ૧૨ વાગે. સંપર્ક. 07882 253 540.
• યુકે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા શનિવાર તા.૫-૧૧-૧૬ બપોરે ૧થી ૪ દરમિયાન યમુનાજી સ્મરણ અને કીર્તન સાથે ભાઈબીજ ઉત્સવની ઉજવણી સેન્ટ સ્ટીફન્સ ચર્ચ હોલ, વોરવિક રોડ, થોર્નટન હીથ સરે CR7 7NH ખાતે થશે. સંપર્ક. મધુબેન સોમાણી 020 8954 2142
• બ્રહ્મભટ્ટ સમાજ, યુકે દ્વારા દિવાળી મિલન તેમજ વાર્ષિક સાધારણ સભાનું શનિવાર તા.૫-૧૧-૧૬ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન કોમ્પટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી, લંડન N12 0QG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જય ઈનામદાર 07841 536 438
• શ્રી તારાપુર, યુકે દ્વારા દિવાળી સંમેલન તેમજ વાર્ષિક સાધારણ સભાનું રવિવાર તા.૬-૧૧-૧૬ બપોરે ૩થી રાત્રે ૧૦ દરમિયાન કોમ્પ્ટન સ્કૂલ, સમર્સ લેન, નોર્થ ફિંચલી, લંડન N12 0QG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. બીરેન અમીન 020 8642 2069.
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ તથા હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર નોટિંગહામ દ્વારા પૂ. સંજીવકૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રીમદ્ ભાગવત કથાનું ગુરુવાર તા.૩-૧૧-૧૬થી ગુરુવાર તા.૧૦-૧૧-૧૬ સુધી બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, કાર્લટન રોડ, નોટિંગહામ NG3 2FX ખાતે આયોજન કરાયું છે. દરરોજ કથા પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક. 01162 161 684
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૫-૧૧-૧૬ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• સંગમ દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ, જાત ચકાસણીની પદ્ધતિઓ અને વહેલા નિદાન વિશે કન્સલ્ટન્ટ અને ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. ડી બી ઘોષના પ્રવચનનું મંગળવાર તા. ૮-૧૧-૧૬ના રોજ બપોરે ૧.૧૫ વાગે સંગમ, બર્ન્ટ ઓફ બ્રોડવે, એજવેર HA8 0AP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8952 7062
• જલારામ માતૃ સેવા મંડળ, ઈલ્ફર્ડ દ્વારા જલારામ જયંતિની ઉજવણીનું સોમવાર તા.૭-૧૧-૧૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ દરમિયાન વીએચપી મંદિર, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વાલજીભાઈ દાવડા 020 8881 3108
• વિખ્યાત પાર્શ્વગાયક મુકેશના નિધનના ૪૦મા વર્ષ નિમિત્તે તેમના પુત્ર નીતિન મુકેશના કંઠે ગીતોના કાર્યક્રમનું શનિવાર તા.૫-૧૧-૧૬ સાંજે ૭.૩૦ વાગે મોન્ટફર્ટ હોલ, ગ્રાનવિલે રોડ, લેસ્ટર LE1 7RU સંપર્ક. 01162 333 111 તથા રવિવાર તા.૬-૧૧-૧૬ સાંજે ૭.૩૦ વાગે લોગાન હોલ, બેડફર્ડ વે, લંડન WC1H 0ALખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૨૦ સંપર્ક. વીડિયોરામા 020 8907 0116.
• વૈષ્ણવ સંઘ, યુકે દ્વારા પૂ. દ્વારકેશલાલજીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ રસપાનનું ગુરુવાર તા.૧૦-૧૧-૧૬થી રવિવાર તા.૧૩-૧૧-૧૬ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન વ્રજધામ હવેલી, લફબરો રોડ, લેસ્ટર LE4 5LD ખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૬ સંપર્ક. સુભાષભાઈ 07748 324 092
