તામિલનાડુના રહેવાસી એક વૃદ્ધ દં૫તીએ ધનુષને પુત્ર બતાવતા કોર્ટમાં એક પીટિશન ફાઇલ કરી છે. મેલૂર ખાતે રહેતા કાથીરેસન અને તેમની ૫ત્નીએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે ધનુષ તેમનો પુત્ર છે. અરજી પછી મેલૂરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ધનુષના નામનું સમન્સ જારી કર્યું છે. જેમાં તેને કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કરાયો છે. દંપતીએ ધનુષનો બાળપણનો એક ફોટો અને જન્મનો દાખલો પુરાવા આપ્યાં છે. દંપતીના જણાવ્યા મુજબ અમે તેનું નામ કલૈચેલવન રાખ્યું હતું. તેણે દસમાની પરીક્ષા પાસ કરી ત્યારે તેને એડમોષણ શિવગંગા જિલ્લાની એક સ્કૂલમાં અમે દાખલ કરાવી દીધો, પણ અભ્યાસ છોડીને તે ચેન્નાઈ જતો રહ્યો અને ધનુષ રાજા નામ રાખી સિનેમાવર્લ્ડમાં એન્ટ્રી લીધી. દંપતીએ ધનુષ પાસે હવે દર મહિને રૂ. ૬૫ હજાર ભરણપોષણ માગ કરી છે.

