હવાના (ક્યૂબા)ઃ ૨૬મી નવેમ્બરે મોડી રાત્રે ફિડેલ કાસ્ટ્રોનું અવસાન થતાં અડધી રાતે તેમન નાના ભાઈ રાઉલ કાસ્ટ્રોએ ટીવી પર તે વાતની જાહેરાત કરી હતી. મિયામીમાં પણ ઝડપથી સમાચાર ફેલાઈ ગયા હતા. અને અહીં રહીને દેશવટો ભોગવતા ક્યુબન નાગરિકોએ જશ્ન મનાવ્યો હતો. ક્યૂબાથી ૨૦ વર્ષ પહેલાં ભાગેલા શિક્ષણવિદ્ પૈબ્લો અરેનસિબિયાએ જણાવ્યું હતું કે, કોઈના મૃત્યુ પર જશ્ન મનાવી રહ્યા છીએ તે દુઃખદ ઘટના છે પરંતુ આ પ્રકારના માનવી કદી જન્મવા ના જોઈએ.
ક્રાંતિ દ્વારા ક્યૂબાને ૨૦મી સદીના વૈચારિક અને આર્થિક વિભાજનનું પ્રતીક બનાવનાર ક્યૂબાના સામ્યવાદી શાસક ફિડલ કાસ્ટ્રોનું ૯૦ વર્ષની વયે નિધન થયું હતું.
શેરડી પકવતા ખેડૂતના પુત્ર કાસ્ટ્રોએ ૨૫ વર્ષથી જુલમ ગુજારી રહેલા સરમુખત્યાર કુલજેન્સિયો બાતિસ્તાની સત્તા સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ઊથલાવી દેશની સંપત્તિ નાગરિકોને વહેંચવાના વચન સાથે પહેલી જાન્યુઆરી ૧૯૫૯ના રોજ ક્યૂબામાં સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. રોમાન્સ, સિગાર, દાઢી અને કોમ્બેટ શૂઝ સાથેના કાસ્ટ્રો વિશ્વના ડાબેરીઓ માટે આધ્યાત્મિક વ્યક્તિત્વ બની રહ્યા હતા.
ફિડેલ કાસ્ટ્રોનું અવસાન થતાં ક્યૂબા શોકમગ્ન છે. તો ફ્લોરિડાનાં મિયામીની સડકો પર લોકોએ જશ્ન મનાવ્યો હતો. મિયામી ખાતે ક્યબાઈ-અમેરિકી નાગરિકો મોટી સંખ્યામાં વસી રહ્યા છે.
મિયામીની સડકો પર કાસ્ટ્રોના મૃત્યુ પછી આઝાદી આઝાદી જેવા સૂત્રોચ્ચાર થયા. ખાસકરીને ક્યૂબાની સામ્યવાદી સરકારે જેમને દેશનિકાલ આપ્યો હતો. તેમની સંખ્યા દેખાવકારોમાં વધુ હતી. રસ્તા પર કારહોર્ન વગાડીને, ડ્રમ વગાડીને, ડાન્સ કરીને તેમજ ક્યૂબાનો ધ્વજ લહેરાવીને ખુશી જાહેર કરી હતી.
શીતયુદ્ધના સમયગાળામાં કાસ્ટ્રોએ ડાબેરી દેશોની પડખે રહવાને બદલે ભારતના નેતૃત્વમં શરૂ કરાયેલા બિનજોડાણવાદી દેશોના સંગઠન NAMના ચેરમેન તરીકે કરાઈ હતી. કાસ્ટ્રો ભારતના સ્વ. વડા પ્રધાન ઇંદિરા ગાંધીને પોતાની મોટી બહેન માનતા હતા. ૧૯૭૯માં સ્વ. ઇન્દિરા ગાંધીને NAMના ચેરમેન નિયુક્ત કરાયાં તે સમયે હવાના ખાતે કાસ્ટ્રોએ કરેલી રમજૂ ઘણી ચર્ચાસ્પદ રહી હતી.
સ્વ. ગાંધીને વિધિવત રીતે NAMનું અધ્યક્ષપદ સોંપતા પહેલાં કાસ્ટ્રોએ જણાવ્યું હતું કે, ઇંદિરા ગાંધી મારા મોટા બહેન છે. ચેરમેનપદનું પ્રતીક ઇંદિરા ગાંધીના હાથમાં સોંપતી વખતે ઇંદિરાએ હાથ લંબાવ્યો, પરંતુ કાસ્ટ્રોએ પ્રતીક આપ્યું નહીં અને રહસ્યમય રીતે સ્મિત કરતાં ઇંદિરા સામે જોઈ રહ્યા હતા. આખરે બધાનાં આશ્ચર્ય વચ્ચે કાસ્ટ્રોએ આગળ વધીને ઇંદિરા ગાંધીને આલિંગનન આપ્યું હતું.
• ૧૯૬૨માં અમેરિકા સામે મિસાઇલઃ ૧૯૬૨માં શીત યુદ્ધ સમયે ફિદેલ કાસ્ત્રો સોવિયેત સંઘને પોતાની સરહદમાં અમેરિકા વિરુદ્ધ મિસાઇલ ગોઠવવાની મંજૂરી આપી દુનિયાને આશ્ચર્યચકીત કરી હતી. કાસ્ત્રોના પગલાંએ દુનિયાને પરમાણુ યુદ્ધ પર લાવી દીધુ હતું. મોસ્કોએ અમેરિકા સામે માત્ર ૧૪૪ કિલોમીટર દૂર આવેલાં આઇલેન્ડ પર મિસાઇલ ગોઠવવાની મંજૂરી આપી હતી.
• ૧૧ અમેરિકન પ્રેસિડેન્ટ સામે ટક્કરઃ અમેરિકાના ક્યૂબા પર આર્થિક પ્રતિંબધ લાગ્યો હતો. પરંતુ ક્યારેય અમેરિકા સામે ઝૂક્યા નહીં. તેમણે આઇજેનહાવરથી લઇને ક્લિન્ટન સુધી ૧૧ અમેરિકન રાષ્ટ્રપતિઓ સામે બાથ ભીડી. જ્યોર્જ બુશનો વિરોધ પણ સહન કર્યો. થોડા સમય પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ઓભામા ક્યૂબા ગયા હતાં.
• આર્જેન્ટિનાના ચે ગ્વેરાએને ઉદ્યોગ પ્રધાન બનાવ્યાઃ આર્જેન્ટિનાના સર્જક ચે ગ્વેરાને કાસ્ત્રોને ગોરિલા યુદ્ધની ટ્રેનિંગ આપી હતી. ક્યુબાના વડા પ્રધાન બનવા પર કાસ્ત્રોએ ૩૩ વર્ષના ચે ગ્વેરાને ઉદ્યોગ પ્રધાન બનાવ્યા. પરંતુ પછી લેટિન અમેરિકામાં ક્રાંતિનો સંદેશ પહોંચાડવા માટે જંગલોમાં ચાલ્યા ગયા હતાં.
દાઢી અંગે...
• કાસ્ત્રોની દાઢી તેમની ઓળખ હતી. ૧૯૫૯માં તેમણે જણાવ્યું હતું કે હું દાઢી કાપી શકું, મને તેની આદત પડી ગઈ છે.અને મારી દાઢી દેશ માટે મહત્ત્વની છે.
• તેઓ કહેતા હતા કે જો તમે રોજ ૧૫ મિનિટ દાઢી કરતા હો તો વર્ષમાં પાંચ હજાર મિનિટ હું આટલો સમય બરબાદ કરી શકું.
• જ્યારે ક્યુબા પોતે બ્લેડ બનાવવા જેટલું વિકસિત થઈ જશે ત્યારે હું દાઢી કરીશ
ત્રણ મોટાં કામ
શિક્ષણ: ૧૯૬૦માં સાક્ષર મિશન ચલાવ્યું. શિક્ષકો, કામદારો, અને એક લાખ યુવા ટ્યુટર મિશન સાથે સંકળાયા. દેશનો સાક્ષરતાનો દર ૯૬ ટકાનો થઈ ગયો.
આરોગ્ય: ૧૧૯૯૦ સુધી દેશમાં મફત ચિકિત્સા શરૂ કરી. ક્યુબાનાં બાળ મૃત્યુ દરને વિકસીત દેશો જેટલો કરી નાખ્યો.
કૃષિ: ૧૯૬૦માં પેટ પ્રોજેક્ટ શરૂ કર્યો. ઉબ્રે બ્લેક જાતિની ગાય એક દિવસમાં ૧૧૦ લિટર દૂધ આપતી હતી.

