સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩૨)

...અને બ્રિટનની નારાજગીનું એક નિમિત્ત હતો પંડિત જવાહરલાલ નેહરુનો ગુપ્ત પત્ર

Wednesday 30th November 2016 05:55 EST
 
 

તેમણે જોસેફ સ્તાલિનનો સંપર્ક સાધ્યો, તેમની સંમતિ વિના તો આવી સમજૂતિ કઈ રીતે થઈ શકે? માર્શલ ઝુકોવ આ મોરચા પર સર્વસત્તાધિશ હોવા છતાં તેણે સ્તાલિનને પૂછવાનું જ મુનાસિબ ધાર્યું.
ઓમ્ન્સ્કની છાવણીમાં ભારે હલચલ હતી. જર્મન સૈન્ય અને હવાઈ દળને પરાસ્ત કરવા માટે તો સાઇબિરિયાના આ ઠંડા મુલકમાં રશિયન સૈનિકી તાકાતને કેટલાંક વર્ષો પૂર્વે ખડકી દેવામાં આવી હતી. બોઝના એક પ્રતિનિધિને પણ મસલતમાં સામેલ કરાયો તેનું નામ ‘કાતો કઈચુ’ હતું. કોણ હતો આ કાતો? સમયના જંગલમાં તે નામ જ ક્યાંક ખોવાઈ ગયું છે, પણ અનુમાન થઈ શકે કે છદ્મ નામે ભારતીયને નેતાજીએ મોકલ્યો હશે. કોઈ ઓળખપત્ર વિના જ ગયેલા કાતોનું શું થયું તેના પર અંધારપટ છે. તે પછી નેતાજી પહોંચ્યાની પૂર્વે રશિયન સૈનિકી છાવણી અને અફસરોની હિલચાલ વધી ગઈ.
જાપાનીઝ માગણીને સ્વીકારી લેવી? કે બીજે બધે થયું તેમ અહીં રાબેતા મુજબ યુદ્ધકેદીની છાવણી ઊભી કરીને પરાજિત જાપાનીઓને બંદી બનાવી દેવા? બોઝને તો કઈ રીતે સ્વીકારી શકાય? તેમને પાછા મોકલવામાં આવે...
‘તો હું ટોકિયો પાછો ફરીશ અને અમેરિકનોને આત્મસમર્પણ કરીશ, પરંતુ બ્રિટિશરોને તો નહીં જ.’ નેતાજીએ જાપાની અફસરોને સ્પષ્ટ કરી દીધું.
દરમિયાન શિદેઈ કોઈ પણ ભોગે ‘ચંદ્ર બોઝ’ને અભયદાન મળે તેવા મરણિયા પ્રયાસો કરી રહ્યો હતો. તેમણે ‘સ્મેર્શ’ના અધિકારીઓનો સંપર્ક સાધ્યો.
શું હતું આ ‘સ્મેર્શ’? ૧૯૧૩માં જ સ્તાલિનનાં ભેજાંમાંથી આ ગુપ્ત સંગઠનનો જન્મ થયો હતો. મંચુરિયામાં રાજવી ઝારના સમયના સમુદાયોને અહીં વસાવવામાં આવ્યા હતા. બીજા રશિયનો પણ સામેલ હતા. ‘સ્મેર્શ’નું આ મુખ્ય મથક. તેનો સર્વેસર્વા વિક્ટર આબકુમોવ. સ્તાલિનનો તે અંતરંગ મિત્ર છે એમ કહેવાતું. કોને - ક્યાં - ખતમ કરવા કે ‘ગુલાગ’માં પાગલ ઠેરવવા, તેની સૂચના સ્તાલિન પાસેથી મેળવતો. એટલે તો અહીં બંધિયાર જિંદગીનું સામ્રાજ્ય હતું. દૂર સુદૂરથી ફરજિયાત લાવીને અહીં વસાવાયેલા પ્રખર વૈજ્ઞાનિકો, રાજ્યશાસ્ત્રીઓ, કમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ સભ્યો, શિક્ષકો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ, ‘સેમિઝદાત’ (ભૂગર્ભ પ્રવૃત્તિ)માં પકડાયેલા બળવાખોરો... આ બધાનું ગંતવ્ય એટલે સાઇબીરિયા! ડેરેઇનમાં કર્નલ ગેગોરિલ ઉતેખિનને આવી જ સત્તા સોંપવામાં આવી હતી. તે ‘સ્મેર્શ’ની સીધી હકુમત હેઠળનો જુલમગાર હતો.
જાપાનીઝ સૈન્યના જનરલ ઓટેઝો યામાદોને શિદેઈ મળ્યો. મસલતો થઈ. ક્વાંતુંગ આર્મીના આ વડાને જવાબદારી સોંપવામાં આવી કે ‘સ્મેર્શ’ના સર્વોચ્ચની સાથે મંત્રણા કરીને
જાપાની સૈનિકોની શરણાગતિ અને ચંદ્રા બોઝની રાજકીય વ્યવસ્થા - આ બન્ને બાબતોનો નિર્ણય લે.
આટલું થાય તો પછી યુનિટ - ૭૩૧ના કુખ્યાત હથિયારોની પૂરી યોજના રશિયનોને સુપરત કરવામાં આવે.
આ ખતરનાક શસ્ત્ર-રહસ્ય માટેનું સમગ્ર સ્ટાફની રશિયન બાયોલોજિકલ વોરફેર માટેના કેન્દ્રમાં ભરતી કરવામાં આવશે. યુક્રેઇનના સ્વેર્ડલોવ્સ્કમું સ્થાન તેને માટે પસંદ કરવામાં આવ્યું.
ત્યાં જ ચંદ્રા બોઝ અને શિદેઈને રશિયન સેનામાં હાથમાં સોંપી દેવામાં આવશે.
આ યોજના એટલી ગુપ્ત હતી કે કોઈને જરા સરખો યે અણસાર ન આવે.
આ સમગ્ર યોજનાના શિલ્પી જનરલ શિદેઈને અમેરિકા કે રશિયાએ ‘યુદ્ધકેદી’ તરીકે જાહેર કરીને તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવવાનું પગલું પણ ન લીધું.
શિદેઈ
અને બોઝ રશિયામાં.
આ ઐતિહાસિક ઘટના સ્થાપિત થઈ.
રશિયન લોખંડી અંધારિયા પરદા પાછળના સુભાષ...
ક્યાં અને કેવી રીતે તમે, સુભાષ, જીવ્યા... બંધાયેલા હાથે પણ તમે ક્યાં શાંત રહેવાના હતા? કાજી નઝરુલ ઇસ્લામે તો ગાયું હતું તમે તો એ ગીતને જીવી રહ્યા હતા, આમિ ચિર બિદ્રોહી ઓશાન્ત!’
સાઇબીરિયાના લેઝેન્વસિકી જિલ્લાનો ‘ગુલાગ’ કેમ્પ નંબર ૪૮.
સોવિયેત કેદખાનું સુઝહેલ અહીંથી માંડ પચાસ કિલોમીટર દૂર છે.
જાપાની ફોજના સૈનિકોને અહીં યુદ્ધકેદીઓ તરીકે રાખવામાં આવ્યા છે, તેમની સામે અપરાધી સજાની સૈનિકી અદાલતમાં મુકદમો ચાલશે.
અહીં જ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને જનરલ શિદેઈ.
જાપાને પધરાવેલી સિક્રેટ યુનિટ-૭૩૧ના કારણે તેમને રશિયન શરણાગતિ આપવામાં આવી છે, પણ બ્રિટન-અમેરિકા આ ખબર મળતાં જ બેબાકળા થઈ ગયા. અરે, અમારો સૌથી મોટો રાજદ્રોહી અપરાધી... તેને આશ્રય આપ્યો?
જોસેફ સ્તાલિન સાથે સીધો સંપર્ક કરાયો. પૂછવામાં આવ્યુંઃ તમે તો અમારી સાથે રહીને જાપાન-જર્મનીની સામે લડ્યા છો, તમે આવું પગલું લીધું?
જોસેફ સ્તાલિને ઠંડોગાર - પણ કુટિલ જવાબ આપી દીધોઃ Wait and Watch.
... અને બ્રિટનની નારાજગીનું એક નિમિત્ત હતો પંડિત જવાહરલાલ નેહરુનો ગુપ્ત પત્ર.
ભારતમાં આઝાદ હિન્દ ફોજના સેનાની - શાહનવાઝ ખાં, ધિલોન અને સામે રાજદ્રોહનો મુકદમો ચાલી રહ્યો હતો. આઝાદ ફોજના સૈનિક સેનાપતિઓને કાનૂની રીતે બચાવી લેવા માટે ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈનાં નેતૃત્વમાં એક ટીમ બની, તેમાં સર તેજબહાદુર સપ્રુ, કૈલાસનાથ કાત્જુ, અસફઅલી અને જવાહરલાલ સામેલ હતા.
અસફઅલીના સ્ટેનો તરીકે શ્યામલાલ જૈન કામ કરતો હતો. એક દિવસ જવાહરલાલે તેને તાબડતોબ બોલાવ્યો અને પત્ર લખાવ્યો.
પત્ર ક્લેમેન્ટ એટલીને સંબોધીને લખાયો હતો, જે બ્રિટનના વડા પ્રધાન હતા.
પત્ર આ પ્રમાણે હતો.
December 26, 1945
Dear Mr. Clement Atlee,
I understand from a most reliable source that Subhash Chandra Bose, your war criminal, has been allowed by J. Stalin to enter Russian territory, which action of his clear treachery and detrayel of faith as when Russia was an ally of British and Americans, Stalin should not have done so. This is just for your information and must be taken note of.
yours sincerally
Jawharlal Nehru.
શ્યામલાલનો આ પત્ર મોકલાયો અને મૂળ પ્રત કાર્બન પેપર સાથે બાળી નાખવાનું કહેવાયું.
શ્યામલાલ જૈને આ ઘટના જસ્ટિસ ખોસલા આયોગને જાતે હાજર રહીને જણાવી હતી!
જવાહરલાલ. એક સમયના પરમ મિત્ર - અને ભારતીય યુવકોની આંખોમાં છવાયેલી યુવા જોડલીમાંના એક-નો આવો પત્ર? દેશભક્ત નેતાજીને માટે? આશંકિત પ્રશ્નો આપણને દૂર સુધી દોરી જાય છે. ૧૯૪૫નાં એ વર્ષો ભારતની સ્વતંત્રતા માટેની બ્રિટિશ તૈયારીના હતા. ગાંધીની પસંદગીમાં જવાહલાલ અગ્રતાક્રમે હતા. પ્રધાનમંત્રી બની રહ્યાના અહેવાલો અને ધારણો આકાશમાં ફેલાયેલાં હતાં... શું સુભાષ - રશિયાથી ભારત આવે તો?નો પ્રશ્ન જવાહરલાલને પ્રથમ વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષામાં અવરોધક બની રહ્યો હતો? અને, એટલે...
એ જ દિવસોમાં સર ઇવાન મેરેડિથ જેન્કિન્સને સર રોબર્ટ ફ્રાન્સિસ મુડીનો એક અહેવાલ અને ભલામણ પત્ર મળ્યો. મુડી નવી દિલ્હીમાં બ્રિટિશ રાજ્યની કાઉન્સિલના પ્રમુખ સદસ્ય હતા. તેમણે ખાસ સૂચના આપવામાં આવી હતી કે સુભાષચંદ્રના જીવિત કે મૃત હોવાની તમામ હકીકતો શોધી કાઢીને અહેવાલ તૈયાર કરવામાં આવે. તેમણે લખ્યુંઃ
August 23, 1945
The most difficult question that will confront the home department in the near future is the treatment of Subhash Chandra Bose.
It then proceeds to list a number of options -
(1) Bring him back to India and try him either for wiging war against the King of Emperor or under the enemy Agent's Ordinance.
(2) Interning him in India would only lead to an agitation to let him out and to his release in a short time. He might then escape to Russia, as he did in 1941.
(3) There is more to be said for detention and internment somewhere in India. Out of sight would be, to some extent. Out of mind and the agitaion for his release might be less. Also escape to Russia would be difficult.
(4) In many ways the easiest course be to leave him where he is and not ask for his release. He might of course, in certain circumstances, be welcomed by the Russians. This course would raise fewest political difficulties but the security authorities consider that in certain circumstance his presense in Russia would be so dangerous as to rule it out together...
સુભાષ શિદેઈએ વાંચેલા પત્ર પર હસી પડ્યાઃ ‘Leave him where he is...’ આ બ્રિટિશરોને મારા સ્વાતંત્ર્યજીવને તદ્દન સમાપ્ત કરવામાં જ રસ છે..
શિદેઈઃ પણ જવાહરલાલ, તમારા પૂર્વ મિત્ર -
સુભાષ ગ્લાનિપૂર્વક બોલ્યાઃ જવા દે, શિદેઈ, એ વાત! મનુષ્ય વિરોધાભાસોનું પોટલું છે... તે નિશ્ચિત ધ્યેયને જ વળગી રહે એવું બનતું નથી, જવાહરનું પણ તેવું જ છે. નહીંતર ખંડિત દેશની આઝાદી - અને તે ય ડોમિનિયન સ્ટેટ તરીકે - સ્વીકારી લેવા આ કોંગ્રેસ નેતાઓ ઉતાવળા થઈ જાય?
‘- પણ બેરિસ્ટર જિન્નાહ તો પાકિસ્તાનની જિદ પકડીને બેઠા છે...’
‘તો શું થયું? જિન્નાહને સમજાવી શકવાની તાકાત તમામ ગુમાવી બેઠા એ જ દુર્ભાગ્ય! ભારતમાં હું હોત તો આ પૂર્વરાષ્ટ્રવાદી નેતાને સમજાવીને પાકિસ્તાનની હઠથી પાછા વાળ્યા હોત! તેમનો વ્યક્તિગત અહમ્ માત્ર ગાંધી સામે ટકરાતો હતો, મારી સાથે નહીં!’
‘પરંતુ હવે... અહીં શું?’
સુભાષ બોલ્યાઃ જોસેફ સ્તાલિનમાં મને થોડાંક આશાના કિરણો દેખાય છે.
શિદેઈ સ્તબ્ધ બની ગયોઃ સ્તાલિનમાં આશા? ચંદ્રા બોઝ, આ તમે શું કહી રહ્યા છો? આ પાગલ અને ખંધો સરમુખત્યાર તેના પોતાના લોકોની જ હત્યા કરાવી રહ્યો છે, તે આપણું કેટલુંક સાંભળશે?
સુભાષે શિદેઈના ખભા પર હાથ મૂક્યોઃ એ તો તમે જાણો છો ને કે દરેક સરમુખત્યારની એકથી વધુ ખાસિયતો હોય છે?
શિદેઈઃ હા.
સુભાષ એ દિવસની સ્મૃતિમાં સરી પડ્યાઃ હેમ હિટલરની મુલાકાત વખતે વોન રિબેનટ્રોપે મને ચેતવ્યો કે હિટલરને સમજવો મુશ્કેલ છે, અમે તેના વિશ્વાસુ સાથીઓ પણ ઘણી વાર થાપ ખાઈ જઈએ છીએ. વાત પસંદ ના પડે તો ટેબલ પર હાથ પછાડીને ઊભો થઈ ખંડની બહાર નીકળી જાય!
મેં કહ્યું કે સરમુખત્યારો પણ છેવટે તો મનુષ્ય દેહધારી છે, તેને કયા ખૂણે, શું સંતાયું છે તે જાણી લો એટલે બસ ઘણું! (ક્રમશઃ)


comments powered by Disqus