જો તમારી સેક્સલાઇફથી ખુશ ના હો તો મુખ સંબંધી સમસ્યા (ઓરલ હેલ્થ) પણ કારણભૂત હોઈ શકે છે. તાજેતરમાં આ મુદ્દે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેનાં તારણમાં કહેવામાં આવ્યું છે કે ઓરલ હેલ્થ અને સેક્સલાઈફને સંબંધ છે.
સંશોધનના પરિણામ જર્નલ ઓફ ક્વોલિટી ઓફ લાઇફ રિચર્સમાં જાહેર થયા હતા. સંશોધન મુજબ તમારી સેક્સ લાઇફ સારી ન હોય તો ડેન્ટલ ચેક અપ કરાવવું જોઈએ કેમ કે ડેન્ટલ હેલ્થ તમારા પ્રેમ અને ખુશીની સાબિતી છે. જેના પ્રેમ સંબંધ સારા હોય તેમની ઓરલ હેલ્થ જેમના લવ રિલેશન સારા ના હોય તેના કરતા સારી હોય છે. જો લોકો પ્રેમમાં હોય છે તેઓ પોતાની કાળજી વિશેષપણે રાખતા હોય છે. તેમાં ડેન્ટલ હેલ્થનો પણ સમાવેશ થાય છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે જે લોકો ઇમોશનલ ઇન્ટીમસીથી બચવાના પ્રયાસ કરે છે કે પછી ટેન્શનમાં રહે છે તેમના પાર્ટનર તેમને જરૂરના સમયે છોડી પણ શકે છે. તો બીજી તરફ જે લોકો પ્રેમમાં હોય છે, તેઓ બીજા પર વધુ વિશ્વાસ મૂકે છે અને તેમની ઓરલ હેલ્થ પણ સારી હોય છે કેમ કે તેઓ તેની કાળજી લેતા હોય છે.

