આમિર ખાનની ખૂબ જ ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘દંગલ’ રિલીઝ થવા તૈયાર છે, પણ ફિલ્મની રિલીઝ પહેલાં આમિર ખૂબ જ નર્વસ દેખાય છે. આમિરની આ ચિંતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેણે સ્મોકિંગ (ધુમ્રપાન) કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આ કંઈ પહેલી વાર નથી કે આમિર સિગારેટ પીવા લાગ્યો હોય. વાસ્તવમાં આમિર તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલાં નર્વસ થઈ જાય છે અને તણાવને દૂર કરવા તે સ્મોકિંગ શરૂ કરી દે છે. જોકે જ્યારે તેનો પુત્ર આઝાદ તેની નજીક હોય ત્યારે તે સ્મોકિંગથી દૂર રહે છે. આમિરે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ સ્મોકિંગ કરવાનું છોડ્યું હતું. જે પછી ફિલ્મમાં પહેલવાન દેખાવા માટે તેણે જિમમાં ખૂબ પરસેવો પણ વહાવ્યો હતો. જોકે હવે જ્યારે ‘દંગલ’ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આમિર તે પહેલાં દરેક તણાવને ધુમાડામાં ઉડાવી દેવા માગે છે.

