યર બુક ૨૦૧૬ ઃ અ ક્રોનિકલ ઓફ બ્રિટિશ એશિયન્સ

Wednesday 27th April 2016 08:34 EDT
 

ગત પાંચ દાયકા દરમિયાન બ્રિટીશ એશિયનોએ મોટી સંખ્યામાં યુકેને પોતાનું ઘર બનાવવાનું ચાલું જ રાખ્યું છે. તેમના પ્રારભિંક આગમનથી જ આછા પાતળા આર્થિક સ્રોતો સાથે પરંતુ મજબૂત શૈક્ષણિક ભાથાના સદનસીબ સાથે તેમણે બ્રિટિશ સમાજના પોતના તાણાવાણામાં પોતાને પ્રસ્થાપિત કરી દીધા છે. ૮૫ ટકા અથવા તેથી વધુ બ્રિટિશ ભારતીય નિવાસીઓ પોતાના જ ઘરમાં જ રહે છે અને ઉચ્ચસ્તરીય રોજગારી ધરાવે છે અને તેઓ ખરેખર કુશળતા ધરાવે છે તેવા સ્વરોજગારીના ઉદ્યોગ સાહસિક ભાવનાનું દર્શન કરાવે છે.

પોતાના જ મકાન ધરાવવા અને નોકરીઓ ઉપર સખત મહેનત-શારીરિક અથવા પોતાના બિઝનેસના સંચાલન કરવાની સાથોસાથ તેમણે પોતાના સંતાનોના શિક્ષણને પણ સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે.

વર્ષ ૨૦૦૦માં ઇનર સિટી બરોઝમાં એજ્યુકેશન અંગે રેમ્પ્ટન રિપોર્ટમાં પણ આને સમર્થન અપાયું છે. આ રિપોર્ટમાં સંક્ષિપ્ત પણે જણાવાયું હતું કે લંડનના ૧૨ ઇનર સિટી બરોઝમાં શોપ કિપર અને પ્રમાણમાં સફળ પરીવારોએ સખત મહેનત કરી છે અને પોતાના સંતાનોના શિક્ષણ માટે સ્રોતોની ફાળવણીમાં કોઈ પાછીપાની કરી નથી. તે દિવસોમાં પ્રવર્તમાન વાતાવરણના કારણે મોટાભાગના બાળકોએ ખાનગી શિક્ષણ મેળવ્યું હતું. આજે યુકેમાં જન્મેલા એશિયનોના બીજા અને તે પછીના જનરેશનના હજારો લોકો યુકે અને વિદેશમાં સફળ ઉદ્યોગ સાહસિક અથવા પબ્લિક અને પ્રાઇવેટ સેકટરની કંપનીઓમાં વરિષ્ઠ પ્રોફેશનલ્સ બન્યાં છે.

આની સાથોસાથ અન્ય બ્રિટિશ એશિયનોએ આર્ટ્સ, લેખન, પ્રેઝન્ટર્સ, નિર્માતા, તેમજ ટીવી અને રેડિયો પર જાણીતા ઉદ્ઘોષક તરીકે નામના મેળવી છે.

કેટલાંક નામાંકિત જુથોએ પોતાની આ યાત્રા હિસ્સાની તવારીખ નોંધી છે. ત્યારે કેટલાક વાચકોએ આપણી કોમ્યુનિટીની આશ્ચર્યકારક યાત્રાની સમીક્ષા કરવા ABPLનો સંપર્ક કર્યો છે. આ કાર્ય હાથ ધરવાનું ગૌરવ અમને સાંપડ્યું છે. આ પબ્લિકેશન અતિશય ઊંડાણસભર રહેશે તેમજ વિદ્વતાપૂર્ણ પરીશ્રમ સાથે હાથ ધરવામાં આવશે.

અમારું આયોજન આ પ્રકારનું રહેશે.

૧. આવશ્યક જ્ઞાન, તજજ્ઞતા અને કૌશલ્ય ધરાવતા લોકોના એડીટોરિયલ બોર્ડની ગોઠવણી કરવી.

૨. નિમ્નલિખિત સહિત ચાવીરૂપ વિષયોને આવરી લેવામાં આવશેઃ

૧. બ્રિટિશ તટ પર આગમન સહિત તમામ કોમ્યુનિટીઓનું વિહંગાવલોકન. યુકેના વિવિધ વિસ્તારોમાં પદ્ધતિસર તેમનો વસવાટ. તમામ મુખ્ય કોમ્યુનિટીઓનો પ્રોફાઇલ એક હજાર શબ્દોનો રહેશે જે સુભાષ ઠકરાર દ્વારા લોહાણા કોમ્યુનિટી વિશે આલેખિત લેખને આધારિત હશે. ‘તમારા પડોશીઓને જાણો’ પ્રકારની આવી માહિતી ઇન્ટરકોમ્યુનિટી સમાવેશને વિસ્તારશે.

૨. અલાયદી કેટેગરીઓમાં આર્થિક પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરાશે જેમાં બ્રિટિશ એશિયનોની નોંધપાત્ર સંખ્યા હોય તેવા પ્રોફેશન્સનું બ્રેકડાઉન પણ અપાશે.

૩. કોમ્યુનિટીની અંદર અને સંકળાયેલા સંગઠનોમાં અનુસરાતા તમામ ધર્મ, સંપ્રદાયની સમીક્ષા

૪. આધુનિક બ્રિટિશ એશિયનો દ્વારા પરોપકારનો સ્વીકાર કેવી રીતે કરાયો છે.

૫. આ ઉપરાંત ઘણા આર્ટિકલ્સ અને મુદ્દાઓને આવરી લેવાશે. આપના સૂચનો આવકાર્ય છે. ખાસ કરીને સ્વતંત્રના ભારતના ૭૦ વર્ષ તેમજ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના ૪૫ વર્ષ સહિત વિવિધ વિષયો પરના સૂચનો આમંત્રિત કરીએ છીએ.

૬. કોમ્યુનિટીના નેતાઓ દ્વારા નામાંકિત વ્યક્તિઓ પર અનેક નિબંધો પણ હશે અને ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનનો ટૂંકો ઇતિહાસ પણ અપાશે.

આ એન્યુઅલ અથવા તવારીખ અંદાજે ૨૫૦ પાનાની હશે અને આ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક પહેલ માટે કોઈપણ પ્રકારની મદદ, સલાહ અને માર્ગદર્શન આવકાર્ય છે.

આપના સલાહસૂચન એસોસિએટ એડીટર રૂપાંજના દત્તાને નીચેના સરનામે લખી મોકલશો.

Karm Yoga House

12, Hoxton Market,

(Off Coronet Street)

London N1 6HW

અથવા તેમને [email protected] પર ઈમેલ દ્વારા મોકલી આપશો.


comments powered by Disqus