બુખારેસ્ટ (રોમાનિયા)ઃ રોમાનિયાના ફોટો જર્નાલિસ્ટ મિહાઈ બર્બૂ અને તેમના પરિવારની આ કથા છે. મિહાઇલનો ચાર વર્ષના પુત્ર વ્લાદિમીરના પ્રશ્નો એવા જ હતા જેવા દરેક બાળકના હોય છે. જેમ કે, પાપા તમે હંમેશ શા માટે ઘરની બહાર રહો છો? મારી સાથે કેમ રમતા નથી? ક્યાંક ફરવા શા માટે લઈ જતા નથી? આ દુનિયા કેટલી વિશાળ છે... વગેરે વગેરે.
છેવટે મિહાઈએ પુત્રની ફરિયાદો દૂર કરવાનો સંકલ્પ કર્યો. તેમણે એના માટે અનોખી રીત અપનાવી. પોતાની બાઇક મોડિફાય કરાવીને તેમાં સાઇડકાર લગાવી અને પત્ની ઓઆના સાથે વ્લાદિમીરને દુનિયા ઘુમાવવા માટે નીકળી પડ્યા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યાત્રા શરૂ કરી, જે વીતેલા સપ્તાહે પૂરી થઈ છે.
ચાર મહિનામાં મિહાઈ યુરોપ અને આફ્રિકાના ૪૧ દેશમાં ગયા. ૨૮ હજાર કિલોમીટરની સફર પુરી કરી. આ યાત્રા પર દર મહિને સરેરાશ ૧.૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો. હવે ટ્રાવેલ ડાયરી લખીને ફોટા સાથે તેને ફેસબુક પર શેર કરી છે. બાકી વાતો પુસ્તકમાં લખશે.

