ફરહાન અખ્તરની ફિલ્મ ‘વઝીર’ના સ્ક્રિનિંગ સમયે તેની પત્ની અધુના ગેરહાજર હતી અને અધુનાના જેમાં ફોટા છે તે ફેશન ફોટોગ્રાફર ડબુ રત્નાનીના કેલેન્ડર લોચિંગ સમયે ફરહાન અખ્તર ગેરહાજર હોવાથી બોલિવૂડમાં ચર્ચા હતી કે ફરહાન અખ્તર અને તેની પત્ની અધુના વચ્ચે સંબંધો વણસ્યા છે. જે ધારણાને ફરહાને તેના લગ્નવિચ્છેદને સમર્થન આપતાં સાચી પડી છે. ફરહાન અને અધુના બન્ને ૩ વર્ષ સુધી પ્રેમમાં હતા અને પછી તેઓ ૨૦૦૦માં લગ્નબંધને જાડાયાં હતાં. બન્નેને બે પુત્રીઓ શક્યા અને અકીરા છે.

