અતુલ્ય ભારત કેમ્પેઇન માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારત સરકાર સાથે જોડાવા ૨૦મી જાન્યુઆરીએ ભારત પ્રવાસન મંત્રાલય તરફથી અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાને સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો હતો. પત્રના જવાબમાં બંને કલાકારોએ સરકારને જણાવ્યું છે કે, આ કામ કરવા માટે બન્ને એકટરો સરકાર પાસેથી કોઇ પણ મહેનતાણું લેશે નહીં. આમિર ખાન આ પહેલાં ઇનક્રેડેબલ ઇન્ડિયા કેમ્પેઈનનો બ્રાન્ડ એમ્બેસેડર હતો, પણ ચર્ચા છે કે ભારતમાં અસહિષ્ણુતા મુદ્દે તેણે કરેલી ટિપ્પણી પછી તેને આ પ્રોજેક્ટમાંથી દૂર કરાયો છે.

