આ વખતના જયપુર લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત વિવાદોથી થઈ હતી અને રાઈટર્સ સેલિબ્રિટીઝ વચ્ચે અસહિષ્ણુતાના મુદ્દાએ જોર પકડ્યું હતું. આ ફેસ્ટિવલમાં કરણ જોહરે નિવેદન આપ્યું હતું કે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ભારતમાં સૌથી મોટી જોક છે અને ડેમોક્રેસી તેનાથી પણ મોટી મજાક. જ્યારે રસ્કિન બોન્ડ માને છે કે, એવોર્ડ્સ પરત આપવા યોગ્ય નથી. ઉદય પ્રકાશ જેવા રાઈટર્સ અસહિષ્ણુતાના મુદ્દો એવોર્ડ વાપસીને યોગ્ય માનતા નથી.
કરણ જોહરે એવું પણ કહ્યું કે, જો તમે મનની વાત કહેવા ઇચ્છો છો કે તમારી અંગત જિંદગીનાં રહસ્ય ખોલવા ઇચ્છો છો તો એ માટે ભારત સૌથી મુશ્કેલ દેશ છે. મને તો લાગે છે કે હંમેશાં કોઈ લિગલ નોટિસ મારો પીછો કરતી રહે છે. કોઈને ખબર નથી ક્યારે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ જાય. ૧૪ વર્ષ પહેલાં મેં રાષ્ટ્રગીતના અપમાનનો કેસ સહન કર્યો હતો. તમારો પોતાનો મત રાખવો, વિચાર વ્યક્ત કરવા અને ડેમોક્રેસીની વાતો આ બધું અહીં મજાક છે. આપણે ક્રીડમ ઓફ સ્પીચની વાત કરીએ છીએ, પરંતુ જો એક સેલિબ્રિટી હોવાના નાતે હું મારો મત આપું તો વિવાદ ઊભો થાય છે.

