• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૩૧-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, ક્રીકલવુડ લેન, વર્જીન એક્ટીવ હેલ્થ ક્લબ સામે, લંડન NW2 1HPખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર સાધુ વાસવાણી સેન્ટર, સંગીતાબેન અને ગુલભાઈ ભોજવાણી છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાતુર્માસ પારાયણ- ઓગસ્ટના કાર્યક્રમો – વક્તાઓ • પૂ.દિવ્યસ્વરૂપ સ્વામી - સ્વીન્ડન- સાચા સુખનું સરનામું - સોમ તા.૧ – મંગળ તા.૨ સાંજે ૭.૧૫ થી ૯ પંજાબી કોમ્યુનિટી સેન્ટર, કેમ્બ્રી સ્ટ્રીટ, સ્વીન્ડન SN2 8AZ – કાર્ડિફ - બુધ તા.૩ - ગુરુ તા.૪ રાત્રે ૮ થી ૧૦ શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજ કોમ્યુનિટી સેન્ટર, ગ્રેન્ગટાઉન, કાર્ડિફ CF11 6QT - લફબરો - શુક્ર ૫ – રવિ ૭, શુક્ર – શનિ સાંજે ૭ થી ૯, રવિ સાંજે ૫થી ૭ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, મોઈરા સ્ટ્રીટ, લફબરો, LE11 1AX • પૂ.આદર્શજીવન સ્વામી- રેડિંગ– ઉપનિષદ - સોમ તા.૧- બુધ તા.૩ રાત્રે ૮થી ૯.૪૫ કોરોનેશન હોલ, વુડલી, રેડિંગ RG5 4JZ બર્મિંગહામ – પ્રમુખ સ્વામી મહારાજ- લીડીંગ બાય એક્ઝામ્પલ -શુક્ર તા.૫ – રવિ તા.૭ - શુક્ર - શનિ રાત્રે ૭.૧૫થી ૯, રવિ સાંજે ૬.૧૫થી ૮ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, હોલ ગ્રીન, બર્મિંગહામ B28 9PP • પૂ.યોગીપ્રેમ સ્વામી - સંગીતમય ભાગવત - સાઉથ લંડન- સોમ ૧ - શુક્ર ૫ રાત્રે ૭.૪૫થી ૧૦ આર્કબિશપ લેન્ફ્રેન્ક એકેડેમી, ક્રોયડન CR9 3AS -ચીલ્ટર્ન - શનિ તા. ૬ – રવિ તા.૭, શનિ રાત્રે ૮ થી ૧૦, રવિ સાંજે ૭થી ૯ એમર્શમ કોમ્યુનિટી સેન્ટર, ચીલ્ટર્ન એવન્યુ, બકિંગહામશાયર HP6 5AH – હેરો એન્ડ બ્રેન્ટ- BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસ્ડન, લંડન NW10 8LD. સંપર્ક. 020 8965 2651
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા સાધ્વી સરસ્વતીજીના કંઠે હનુમાન કથાનું શુક્રવાર તા.૨૯-૭-૧૬થી રવિવાર તા.૩૧-૭-૧૬ સુધી સાંજે ૪થી ૭ દરમ્યાન વિષ્ણુ મંદિર, સાઉથોલ UB1 2RA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0678
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૬-૮-૧૬ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, વ્હીટની સ્ટ્રીટ, રેડિંગ RG2 0EG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07810 377 974
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પૂ.રાજેન્દ્રગીરી બાપુની ૧૨ જ્યોતિર્લિંગ કથાનું રવિવાર તા.૭-૮-૧૬ રાત્રે ૮થી૧૦ દરમ્યાન કેમ્બ્રીજમાં આયોજન કરાયું છે. સંપર્ક. શકુંતલાબેન 07932 323 919
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૩૦-૭-૧૬ બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૩૧-૭-૧૬ ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• દેવન ચેરિટેબલ ટ્રસ્ટ અને મા કૃપા ફાઉન્ડેશન આયોજીત શ્રીમદ ભાગવત કથા તેમજ શ્રીનાથજી દર્શન અને કૃષ્ણલીલાનું શનિવાર તા.૬ ઓગસ્ટથી મંગળવાર તા.૧૬ ઓગસ્ટ ૨૦૧૬ - બપોરે ૨.૩૦થી સાંજના ૬.૩૦ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સ્થળ- કેનન હાઈસ્કૂલ, એજવેર HA8 6AN. સંપર્ક. 0208 908 6402 અથવા 0208 907 0028.
• ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા પૂ.અર્ચનાદીદીના મુખે શિવ પુરાણ કથાનું શનિવાર તા.૬-૮-૧૬થી શુક્રવાર તા.૧૨-૮-૧૬ સુધી સાંજે ૭ થી ૯ દરમ્યાન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદની વ્યવસ્થા રખાઈ છે. સંપર્ક 01772 253 901.
• ચિન્મય મિશન, યુકે દ્વારા ‘જ્ઞાન અને બુદ્ધિનો યોગ’ વિષય પર સ્વામી તેજોમયાનંદના પ્રવચનનું શુક્રવાર તા.૫-૮-૧૬થી મંગળવાર તા.૯-૮-૧૬ સુધી (શુક્ર-સોમ-મંગળ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ અને શનિ-રવિ સાંજે ૭.૧૫થી ૮.૪૫) લોગાન હોલ, બેડફોર્ડ વે, લંડન WC1H 0AL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8203 6288.
• પંકજ સોઢા અને કિન્નરી ગ્રૂપના ગીત - સંગીત કાર્યક્રમનું શુક્રવાર તા.૫-૮-૧૬ કેપીટલ વેન્યુ ચાર્ટર સ્ટ્રીટ, લેસ્ટર, ટિકિટ માટે સંપર્ક. વસંત ભક્તા 07860 280 655, શનિવાર તા.૬-૮-૧૬ રાત્રે ૮ વાગે નાગ્રેચા હોલ, ઈસ્ટ લંડન સંપર્ક. 020 8556 0318, રવિવાર તા.૭-૮-૧૬ બપોરે ૨ વાગે નવનાત સેન્ટર, હેઈસ સંપર્ક. રમેશભાઈ 07742 045 154, રવિવાર તા.૭-૮-૧૬ સાંજે ૭.૩૦ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રુઈસ્લીપ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દીપા 07947 561 947
• સોજીત્રા સમાજ (યુકે) દ્વારા પીકનીક અને ગેમ્સનું રવિવાર તા.૭-૮-૧૬ બપોરે ૨થી સાંજે ૮ સુધી હેરો રગ્બી ફૂટબોલ ક્લબ, ગ્રુવ ફીલ્ડ, વુડલેન, સ્ટેનમોર HA7 4LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વિનેશભાઈ 07800 718 860
• પુષ્ટિ પરિવાર, યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજીના મુખે ૪૧ પદ શ્રી ગુણગાન કથાનું સોમવાર તા.૮-૮-૧૬થી રવિવાર તા.૧૪-૮-૧૬ સુધી દરરોજ સાંજે ૪થી ૭ દરમ્યાન JFS સ્કૂલ, ધ મોલ, કેન્ટન HA3 9TE ખાતે આયોજન કરાયું છે. કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ભાવનાબેન 07715 315 891.
• તારાપુર યુકે દ્વારા રવિવાર તા. ૧૪મી અોગસ્ટ ૨૦૧૬ના રોજ બપોરે ૧ કલાકે વેલી ગાર્ડન્સ કાર પાર્ક પાસે, વર્જીનીયા વોટર, સરે TW20 0HN ખાતે સમર પીકનીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પીકનીકમાં સૌને પોતાના ઘરેથી નાસ્તો પાણી સાથે લાવવા વિનંતી છે, જેથી અરસપરસ સૌ એકબીજાને પ્રેમથી વહેંચીને સાચા અર્થમાં પિકનીકનો આનંદ માણી શકાય. વધુ માહિતી માટે સંપર્ક: દક્ષેશભાઇ 07860 239 851 અથવા વિરેનભાઇ 07771 808 099.
