પાકિસ્તાનમાં જન્મેલાં તથા ભારતમાં ફિલ્મ અભિનેત્રી - ગાયિકા તરીકે પ્રખ્યાત સલમા આગા તેઓ બ્રિટિશ નાગરિક છે. હવે તેમને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મળશે. જેના થકી આગાને મલ્ટીપલ એન્ટ્રી એટલે કે આજીવન મુલાકાતી વિઝા મળશે. હવે તેમને ભારત પ્રવાસ વખતે પોલીસમાં માહિતી આપવામાંથી પણ મુક્તિ મળશે. આ અંગે જે પ્રક્રિયા કરવાની કાયદેસરની જરૂરિયાત હતી તે પૂરી કર્યા પછી અમે આગાને ઓસીઆઇ કાર્ડ આપવા નિર્ણય કર્યો હતો' એમ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. ગૃહમંત્રાલયે સલમા આગાને ઓઆઇસી આપવાનો નિર્ણય લેતાં સલમાએ ગૃહ પ્રધાન રાજનાથ સિંહની શુભેચ્છા મુલાકાત લઇને તેમનો આભાર માન્યો હતો. થોડા દિવસ પહેલાં સલમાએ ઓઆઇસી કાર્ડ માટે અરજી કરી હતી અને વિવિધ પાસાંઓના અભ્યાસ પછી તેમની અરજીને સ્વીકારાઈ હતી.

