એશે સુવર્ણમંદિરમાં વાસણ ધોયાં

Wednesday 02nd March 2016 05:38 EST
 
 

પોતાની આગામી ફિલ્મ ‘સબરજીત’ માટે ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલ અમૃતસરમાં શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેણે સુવર્ણમંદિરમાં સેવા પણ કરી હતી. ઐશ્વર્યાએ અહીં આવતા કારસેવકો માટે ભોજન પણ બનાવ્યું હતું. અલબત્ત, કારસેવકો સાથે જ જમીન પર બેસીને ભોજન લીધું હતું અને ફરશ અને વાસણો પણ સાફ કર્યાં હતાં.
ઉમંગકુમારના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં રણદીપ હુડા સરબજીતનો રોલ કરી રહ્યો છે અને ઐશ્વર્યા તેની બહેનના રોલમાં છે.


comments powered by Disqus