અભિનેતા દિલીપ કુમારને મુંબઈની એક કોર્ટે ૧૮ વર્ષ જૂના ચેક બાઉન્સ મામલે મુક્ત કરી દીધા છે. ૧૯૯૮માં કોલકતાની એક ટ્રેડિંગ કંપની જી કે એક્ઝિમ ઈન્ડિયા લિમિટેડ પર એક રોકાણ કરનાર કંપની ડેક્કન સિમેન્ટના બાકી નાણાંનો ચેક બાઉન્સ થતાં કેસ કરાયો હતો. રૂ. એક કરોડના રોકાણને પરત કરવા માટે આપેલા બે ચેક બાઉન્સ થવા માટેનું કારણ ખાતાની એક નાની ભૂલ હતી. આ મામલાની જવાબદારી કંપનીના નિર્દેશક એટલે કે દિલીપ કુમાર પર પણ આવી હતી અને ટ્રેજેડીકિંગે કોર્ટમાં હાજર રહ્યા હતા. અલબત્ત, કેસનો ચુકાદો એક્ટર તરફી આવતાં કેસનો નિવેડો આવ્યો હતો.

