અભિનેત્રી કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડાના પ્રકરણે નવો વળાંક લીધો છે. કરિશ્મા પર રૂપિયા માટે લગ્ન કર્યા હોવાનો આરોપ તેના સાસરિયાએ મૂક્યા પછી કરિશ્માએ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પતિ સંજય અને સાસુ રાણી સુરિન્દર કપૂર વિરુદ્ધ દહેજ માટે માનસિક હેરાનગતિ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. કરિશ્માના જવાબના આધારે પોલીસે દહેજની કલમ ૪૯૮એ અને કલમ ૩૪ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. કલમ ૪૯૮એ પતિ અથવા સાસરાના કોઈ સગાસંબંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.

