• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૬-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન અને ફતુભાઈ મૂલચંદાણી તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ (ટેમ્પલ) મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન હેરો, મીડલસેક્સ HA3 9EA ખાતે રવિવાર તા. ૧૩-૧૧-૧૬ સવારે ૧૦ વાગે તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8909 9899
• વૈષ્ણવ સંઘ, યુકે દ્વારા પૂ. દ્વારકેશલાલજીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ રસપાનનું ગુરુવાર તા.૧૦-૧૧-૧૬થી રવિવાર તા.૧૩-૧૧-૧૬ સુધી બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન વ્રજધામ હવેલી, લફબરો રોડ, લેસ્ટર LE4 5LD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સુભાષભાઈ 07748 324 092
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14
9HE ખાતેના કાર્યક્રમો • રવિવાર તા. ૬-૧૧-૧૬ સાંજે ૫ વાગે જાણીતા નૃત્યાંગના જાનકી મહેતા દ્વારા કથ્થક નૃત્યના માધ્યમથી ‘કાર્તિક માસ’ની ગાથા • ગુરુવાર તા.૧૦-૧૧-૧૬ સાંજે ૭.૩૦ વાગે નૃત્યના માધ્યમ દ્વારા બૌદ્ધ સ્મારકોની સફર કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 07936 895 346.
• જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા શુક્રવાર તા.૧૧-૧૧-૧૬ સાંજે ૭ વાગે દિવાળી મહેફિલ, ડિનર એન્ડ ડાન્સનું સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8578 808
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા રંગશ્રી ગ્રૂપના ભારતીય લોકનૃત્યના કાર્યક્રમનું સોમવાર તા.૧૪-૧૧-૧૬ સાંજે ૭.૩૦ વાગે સમાજ હોલ, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન020 8337 2873
• રિમેમ્બરન્સ ડે નિમિત્તે ક્રોયડન નોર્થ એન્ડથી ક્રોયડન ટાઉનહોલ સુધીની પદયાત્રાનું રવિવાર તા.૧૩-૧૧-૧૬ બપોરે ૧૨ વાગે આયોજન કરવામાં આવ્યું છે.
• સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, કિંગ્સબરી રોડ, લંડન NW9 8AQખાતે દિવાળી પર્વની આખરી તબક્કાની ઉજવણીમાં રવિવાર તા.૬.૧૧.૧૬ સવારે ૯થી ૧૧.૩૦ તથા બપોરે ૧થી ૪ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. સંપર્ક. 03001 232 323
જલારામ જયંતીના કાર્યક્રમો
• જલારામ મંદિર, ગ્રીનફર્ડ, વેડ્સવર્ડ રોડ, પેરિવેલ UB6 7JD ખાતે સોમવાર તા.૭-૧૧-૧૬ જલારામ જયંતીની ઉજવણીના કાર્યક્રમો • પાદૂકા પૂજન સવારે ૯ વાગે, મહાઆરતી સવારે ૧૦.૩૦ વાગે, અન્નકૂટ દર્શન સવારે ૯થી રાત્રે ૮ સુધી, અનન્કૂટ આરતી બપોરે ૧૨ અને ૨ વાગે પછી સાંજે ૬ સુધી દર કલાકે, કેક કટીંગ સાંજે ૬ વાગે, મહાપ્રસાદ બપોરે ૧૨.૩૦થી રાત્રે ૮ દરમિયાન. સંપર્ક. 020 8578 8088.
• જલારામ સત્સંગ મંડળ (ઈસ્ટ લંડન) દ્વારા જલારામ બાપાના ૨૧૭મા પ્રાગટ્ય મહોત્સવનું રવિવાર તા.૧૩-૧૧-૧૬ના રોજ બપોરે ૧૨થી સાંજે ૭ દરમિયાન રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, પ્લશેટ રોડ, અપટન પાર્ક, લંડન E13 0QU ખાતે આયોજન કરાયું છે. બપોરે ૧૨થી પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક. ઉપેન્દ્રભાઈ 07956 230 307
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૨-૧૧-૧૬ જલારામ જયંતી ઉત્સવ • સવારે ૧૦.૪૫ જલારામ પૂજન, સવારે ૧૧ વાગે ભજન-કિર્તન, બપોરે ૧થી ૨ ભોજનપ્રસાદી. બપોરે ૨થી ૩.૩૦ ભજન અને આરતી સંપર્ક. 01772 253 901
• જલારામ માતૃ સેવા મંડળ, ઈલ્ફર્ડ દ્વારા જલારામ જયંતીની ઉજવણીનું રવિવાર તા.૨૦-૧૧-૧૬ સવારે ૧૧ થી સાંજે ૫ દરમિયાન કેનન પામર સ્કૂલ, સેવન કિંગ્સ, ઈલ્ફર્ડ, એસેક્સ IG3 8EU ખાતે આયોજન કરાયું છે. બપોરે ૧ વાગ્યાથી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક. 07958 461 667
અવસાન નોંધ
મૂળ તારાપુરના વતની શ્રીમતી કપિલાબેન અંબાલાલ પટેલનું તા. ૮મી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ દુ:ખદ નિધન થયું હતું. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. સંપર્ક: યોગીનીબેન 07588 551 528
