ઐશ્વર્યાની આગામી ફિલ્મ ‘એ દિલે મુશ્કિલ’માં ઐશ્વર્યાએ રણવીર કપૂર સાથે કેટલાક કિસિંગ સીન આપ્યા હતા. જેનાથી બચ્ચન્સ ઐશ્વર્યાથી નારાજ થઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યા મુજબ ઐશ્વર્યાને કહેવાયું કે તે એક સંસ્કારી પરિવારની વહુ છે અને આવા દૃશ્યો આપવા શોભાસ્પદ નથી. એ પછી ઐશ્વર્યાએ ફિલ્મમેકર કરણ જોહરને ફિલ્મમાંથી આ દૃશ્યો દૂર કરવાની માગ કરી હતી. પહેલાં તો કરણે આ સીન હટાવવા માટે નન્નો ભણ્યો, પરંતુ અમિતાભ બચ્ચને જ્યારે કરણને આ દૃશ્યો હટાવવા કહ્યું ત્યારે તે રાજી થયો હતો.

