ન્યૂ યોર્કઃ કેન્સર વિશે કરાયેલા નવા અભ્યાસમાં એવું સૂચવાયું છે કે બ્રોકલી ખાવાથી કેન્સર થવાનું જોખમ ઓછું થઈ શકે છે. બ્રોકલી કે કોબીજ જેવા શાકભાજી દર ત્રણ કે ચાર દિવસે ખાવાથી કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે અને અન્ય રોગો પણ થવાની શક્યતા ઓછી રહે છે. વિજ્ઞાનીઓએ બ્રોકલીમાંના જિન્સ ઓળખી કાઢ્યા છે. આ જિન્સ હૃદયરોગ, ટાઇપ-ટુ ડાયાબિટીસ, અસ્થમા અને અન્ય ઘણા પ્રકારના કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. અમેરિકાની ઇલિનોઇ યુનિવર્સિટીએ જણાવ્યું કે ડાયટમાં બ્રોકલી કે કોબીજ હોય છે એવા લોકોને કોરોનરી હાર્ટ ડિસીઝ, અસ્થમા અને અન્ય પ્રકારના કેન્સર થવાનું જોખમ બહુ ઓછું હોય છે. આ પ્રકારના શાકભાજીમાં ફેલોનિક કમ્પાઉન્ડ ફિક્કું અને સ્થિર હોવાથી તેમાં રહેલા સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો ગુમાવ્યા વગર તેને રાંધી શકાય છે.

