રાજપાલ યાદવે એક ફિલ્મ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ પાસેથી રૂ. ૫ કરોડની લોન લીધી હતી જે ભરપાઈ ન કરતાં કંપનીએ તેની વિરુદ્ધ દાવો માંડ્યો હતો. અગાઉ હાઈ કોર્ટમાં કેસ ચાલતાં રાજપાલને દસ દિવસમાં પૂરી રકમ ભરપાઈ કરવા સાથે દસ દિવસની જેલની સજા સંભળાવવામાં આવી હતી. રાજપાલ ચાર દિવસ જેલમાં રહ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં પોતાને ન્યાય અપાવોની અપીલ કરી હતી. જોકે સુપ્રીમે પણ હાઈ કોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખતાં રાજપાલને છ દિવસની બાકી રહેલી જેલની સજા સંભળાવી હતી અને રાજપાલે ચૂકવવાની રકમ પાંચમી ઓગસ્ટ સુધીમાં ભરપાઈ કરી દેવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સર્વોચ્ચ ન્યાયાલયે સખત શબ્દોમાં રાજપાલને કહ્યું હતું કે, તમને ૬ દિવસ નહીં પણ ૬ મહિના માટે જેલમાં મોકલી દેવા જોઈએ. તમે ન્યાયિક પ્રક્રિયાને મજાક સમજો છો?

