• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૭-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર ધન્નાબેન પગરાની (દુબઈ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાતુર્માસ પારાયણ- ઓગસ્ટ માસના કાર્યક્રમો – વક્તાઓ • પૂ.દિવ્યસ્વરૂપ સ્વામી - બ્રાઈટન- સાચા સુખનું સરનામું - સોમ તા.૮– મંગળ તા.૯ રાત્રે ૮ થી ૧૦ હોવ પાર્ક સ્કૂલ, હેંગલ્ટન વે, ઈસ્ટ સસેક્સ BN3 8AA – ફિંચલી - મણિરત્ન માળા - બુધ તા.૧૦ – શુક્ર તા.૧૨ રાત્રે ૭.૪૫ થી ૯.૪૫ કોમ્પ્ટન સ્કૂલ, નોર્થ ફિંચલી, લંડન N12 0QG - • પૂ.આદર્શજીવન સ્વામી- – શ્રીમદ ભાગવત ગીતા - હિંક્લી - સોમ તા.૮- મંગળ તા.૯ રાત્રે ૭.૪૫થી ૧૦ એશ્બી રોડ, હિંક્લી LF10 1SN બ્રિસ્ટલ – બુધ તા.૧૦ – ગુરુ તા.૧૧ - રાત્રે ૮થી ૧૦ ડાઉનન્ડ ફોકહાઉસ, ઓવર્નડેલ રોડ, બ્રિસ્ટલ BS16 2RW – કોવેન્ટ્રી - પ્રમુખ સ્વામી મહારાજ- લીડીંગ બાય એક્ઝામ્પલ- શુક્ર તા.૧૨થી રવિ તા.૧૪ શુક્ર-શનિ સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦, રવિ સાંજે ૬થી ૮ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, હિથ રોડ, સ્ટોક, કોવેન્ટ્રી CV2 4QB • પૂ.યોગીપ્રેમ સ્વામી - સંગીતમય ભાગવત – હેરો - બ્રેન્ટ - સોમ ૮ - શુક્ર ૧૨ રાત્રે ૮થી ૧૦ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસ્ડન, લંડન NW10 8LD -મિલ્ટન કિન્સ - શનિ તા. ૧૩ – રવિ તા.૧૪, શનિ સાંજે ૫.૩૦ થી ૮, રવિ સાંજે ૫.૩૦ થી ૭ કેન્ટ્સ હિલ કોમ્યુનિટી સેન્ટર, ફ્રિથવુડ ક્રેસન્ટ, મિલ્ટન કિન્સ MK7 6HQ
• BAPA'S YOUTH દ્વારા શનિવાર તા.૧૩-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૪ સુધી સમર ફન ડેનું SKLP વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8578 8088.
• શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલા સમાજ, યુકે દ્વારા પવિત્રા એકાદશી નિમિત્તે રવિવાર તા.૧૪-૮-૧૬ લેટનસ્ટોન મંદિર, વ્હીપ્સ ક્રોસ રોડ, ઈસ્ટ લંડન E11 1NP ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. સંપર્ક. અરુણાબેન 020 8204 9499
• નવનાત વણિક એસોસિએશન દ્વારા જન્માષ્ટમી મેળાનું રવિવાર તા.૭-૮-૧૬ બપોરે ૧૨થી રાત્રે ૮ દરમ્યાન નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઈઝ UB3 1AR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક રમેશ શાહ 020 8422 8988.
• ચિન્મય મિશન,યુકે દ્વારા સમષ્ટિ પાદુકા પૂજાનું રવિવાર તા.૭-૮-૧૬ સવારે ૧૧.૪૫ કલાકે ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે આયોજન કરાયું છે. ભોજનપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક 07801 064 296
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતેના કાર્યક્રમો • રુદ્રાભિષેક સોમવાર તા.૮-૮-૧૬ સવારે ૧૦ વાગે • હિંડોળાના દર્શન શુક્રવાર તા.૧૯-૮-૧૬ સુધી થશે • NHS હેલ્થ ચેકઅપ શનિ. તા.૧૩ અને રવિ.તા.૧૪ ઓગસ્ટ સવારે ૧૧.૩૦થી બપોરે ૩.૩૦ સુધી • ૧૬ વર્ષીય મૂર્તિપ્રતિષ્ઠા પાટોત્સવ નિમિત્તે - રુદ્રયાગ - શનિવાર તા.૧૩-૮-૧૬ સવારે ૯.૩૦થી સાંજે ૫.૩૦ - રામયાગ - રવિવાર તા.૧૪-૮-૧૬ સવારે ૯.૩૦થી સાંજે ૫.૩૦ - બપોરે ૧૨ અને સાંજે ૬ વાગે ભોજન પ્રસાદ. સંપર્ક 01772 253 901
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આશુતોષ મહારાજના કંઠે શિવ મહાપુરાણ કથાનું શુક્રવાર તા.૫-૮-૧૬થી શનિવાર તા.૧૩-૮-૧૬ સુધી દરરોજ સવારે ૧૧થી ૨ દરમ્યાન પામર્સ્ટન રોડ, હેરો, મીડલસેક્સ HA3 7RR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8426 0692
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જ્ઞાનાનંદજી મહારાજના કંઠે દિવ્ય ગીતા સત્સંગનું શુક્રવાર તા.૧૨-૮-૧૬થી સોમવાર તા.૧૫-૮-૧૬ સુધી સાંજે ૪થી ૭ દરમ્યાન હિંદુ મંદિર, સેન્ટ બાર્નાબાસ રોડ લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. કથા બાદ ભોજનપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું આસ્થા ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે. સંપર્ક. 020 8599 1187.
• ભારત સેવાશ્રમ સંઘ દ્વારા હિંદુ ધર્મ વિશેની વ્યાખ્યાનમાળામાં ‘કાસ્ટ એન્ડ ક્લાસ સિસ્ટમ’ વિષય પર સ્વામી નિર્લિપ્તાનંદના પ્રવચનનું શનિવાર તા.૧૩-૮-૧૬ સાંજે ૪ વાગે લંડન સેવાશ્રમ સંઘ, ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8743 9048
• નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર કિન્નરી ગ્રૂપના ગીત સંગીતના કાર્યક્રમનું શનિવાર તા.૬-૮-૧૬ સાંજે ૬.૩૦ વાગે હરિબેન નાગ્રેચા હોલ, લેટન રોડ, લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. 020 8555 0318.
• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન દ્વારા ‘મિરેક્યુલસ પાવર ઓફ ધ ડિવાઈન નેમ’ વિષય પર ડો. બાગીશ્વરી દેવીના પ્રવચનનું શનિવાર તા.૬-૮-૧૬ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમ્યાન ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જગદીશ પટેલ 020 8903 3019
• ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા શ્રવણ વડીલ સન્માન દિન અને સ્વતંત્રતા દિનની ઉજવણીના કાર્યક્રમનું બુધવાર તા.૧૭-૮-૧૬ સવારે ૯.૩૦ વાગે હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. માતા-પિતા/વડીલોની સેવા-ચાકરી કરનારા સંતાનોનું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી.પટેલના હસ્તે સન્માન કરવામાં આવશે. સંપર્ક રંજનબેન માણેક 07930 335 978
• મા કૃપા ગુજરાતી સ્કૂલ – એજવેર – લંડનમાં ૪ સપ્ટેમ્બર ૨૦૧૬થી શરૂ થઈ રહી છે. ૪ વર્ષના બાળકથી માંડી GCSE લેવલના અભ્યાસ સુધીના ગુજરાતી કલાસ ચાલુ થઈ રહ્યા છે. તમામ પાઠ્યપુસ્તકો ફ્રી આપવામાં આવશે. સન્ડે સ્કૂલ સવારે ૧૦થી બપોરે ૧૨ ઓપ્શનલ કલ્ચરલ ક્લાસ (હાર્મોનિયમ અને તબલા) બપોરે ૧૨થી ૧. વધુ
વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૮ સંપર્ક વિજયાબેન ભંડારી 020 8958 8564.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે હિંડોળાના દર્શન દરરોજ સાંજે ૫થી ૬ થશે. હવેલી દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. દર શનિવાર અને રવિવારે બપોરે ૩થી૪ સત્સંગ અને
ભજનનો લાભ મળશે. સંપર્કઃ 07958 275 222.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રુદ્રપુજા ગુરુવાર તા.૧-૯-૧૬ સુધી દરરોજ સવારે ૧૦, બપોરે ૨ અને સાંજે ૫ વાગે થશે. દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. સંપર્ક 07958 275 222.
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રી ભોલેનાથ સેવા સંસ્થાન, ભાવનગરના સહકારથી સંસ્થા દ્વારા ચલાવાતી આઇ હોસ્પિટલના લાભાર્થે સોમવાર તા. ૧૫-૮-૧૬ના રોજ શ્રી વિરબાઇ માતા સત્સંગ મંડળ, ગ્રીનફર્ડ ખાતે પૂ. શ્રી રાજેન્દ્રગિરી બાપુના સાન્નિધ્યમાં સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: દિવ્યાબેન 0208 933 4309.
• યતિ ઈવેન્ટ્સ, રાજ (એપ્સલે) લિમિટેડ અને એન.પી. પ્રમોશન દ્વારા ‘ગાંધી’ ફિલ્મના એવોર્ડ વિજેતા રોહિણી હટ્ટંગડી અભિનિત ગુજરાતી નાટક ‘બા તને હું ક્યાં રાખું ?’ના શોનું રૂઈસ્લીપ, પોટર્સબાર, લંડન, ક્રોયડન અને લેસ્ટરમાં આયોજન કરાયું છે. ભારતમાં ખૂબ વખણાયેલા આ નાટકના તા.૧-૯-૧૬ અને તા.૨-૯-૧૬ના શોનું કોઈપણ સંસ્થા બુકિંગ કરાવી શકશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૫. સંપર્ક નરોત્તમ પટેલ 07539 003 083.
• શ્રી એડન દેપાળા મિત્ર મંડળ, યુકે દ્વારા શ્રાવણ માસમાં સોમવાર તા.૮-૮-૧૬થી દર સોમવારે રાત્રે ૮થી ૧૦ દરમ્યાન ભજન-કિર્તનના કાર્યક્રમનું ચર્ચ લેન, ઈસ્ટ ફિંચલી, લંડન N2 8DR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દયારામભાઈ 020 8445 7892
