જેરુસલેમઃ ડાયાબિટીસ થયો હોય ત્યારે પગમાં થતી ઈજા કેવી પીડાદાયક પુરવાર થતી હોય છે એ તો ભોગવનાર જ જાણે. જોકે હવે આ પરિસ્થિતિને આવતી રોકવા માટે ઇઝરાયલના જેરુસલેમમાં આવેલી હિબ્રુ યુનિવર્સિટીએ એક સરસ ઉપાય શોધ્યો છે. તેમણે સેન્સ-ગો નામનાં પગમાં પહેરવાનાં સ્માર્ટ મોજાં શોધ્યાં છે.
આ મોજાંમાં ડઝનબંધ માઇક્રો-ફેબ્રિકેટેડ પ્રેશર સેન્સર બેસાડેલાં છે. ડાયાબિટીક વ્યક્તિની ચાલવાની પેટર્નમાં કોઈ ફેરફાર થાય, તેના પગના આકારમાં કોઈ નાનોસરખો પણ બદલાવ નોંધાય કે પછી ખોટા માપના જોડા પહેરાઈ જાય ત્યારે આ મોજાં એને ઇલેક્ટ્રિકલ સિગ્નલ તરીકે નોંધે છે અને સ્માર્ટફોન એપ્લિકેશનને તેની જાણ કરે છે. આનાથી પગમાં ઇજા થવાની જરાઅમથી શક્યતાને પણ નિવારી શકાય છે. વળી આ મોજાંને વોશિંગ-મશીનમાં પણ આસાનીથી ધોઈ શકાય છે.

